VI: વોડાફોન આઈડિયા લિમિટેડ (VIL)ના શેરધારકોએ સિક્યોરિટીઝ જારી કરીને રૂ. 20,000 કરોડ સુધી એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મૂડી એકત્ર કરવા માટે શેરધારકોની મંજૂરી મેળવવા મંગળવારે અસાધારણ સામાન્ય સભા (EGM) બોલાવવામાં આવી હતી. VIL એ EGM મતદાનના પરિણામો વિશે BSE ને જાણ કરી, જેમાં “રૂ. 20,000 કરોડની કુલ રકમ સુધીની સિક્યોરિટીઝ ઇશ્યૂ” સંબંધિત ઠરાવની તરફેણમાં કુલ 99.01 ટકા મત પડ્યા હતા.
આ મંજુરી એવા સમયે મળી છે જ્યારે દેવામાં ડૂબેલી કંપની શેર અને ડેટ દ્વારા રૂ. 45,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ પગલાનો હેતુ હરીફ રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓને મેચ કરવાનો છે. મૂડી વધારવાથી VIL ને ભારતીય ટેલિકોમ માર્કેટમાં તેની સ્પર્ધાત્મક સ્થિતિ સુધારવામાં પણ મદદ મળશે, જ્યાં તે Jio અને ભારતી એરટેલથી મોટા માર્જિનથી પાછળ છે.