Stock Market: આ કંપનીઓએ આપી રોકાણકારોને ખુશખબરી!
Stock Market: સોમવાર, 28 એપ્રિલ 2025ના રોજ શેરબજારે સકારાત્મક માહોલ સર્જ્યો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવથી બહાર આવીને બજાર નવિન ઉછાળે જમ્પ માર્યું. ખાસ કરીને કેટલીક કંપનીઓએ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા બાદ તેમનાં શેરોમાં તેજી જોવા મળી છે. આજે, તે જ કંપનીઓના શેર વધુ વોલ્યુમ અને માંગ સાથે આગળ વધી શકે છે.
PNB હાઉસિંગ ફાઇનાન્સ:
કંપનીએ FY25 માટે ₹1,807 કરોડનો નફો નોંધાવ્યો છે. ચોથા ક્વાર્ટરમાં નફો ₹621 કરોડ રહ્યો. કુલ આવક ₹7,668 કરોડ થઈ છે અને NPAમાં સુધારો થયો છે (2.24% થી ઘટીને 1.45%). કંપનીએ પ્રતિ શેર ₹5 ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે. ગયા સત્રમાં શેર ₹987.90 પર બંધ થયો અને વર્ષના આરંભથી 8.79% વૃદ્ધિ નોંધાવી છે.
️ Go Digit:
વીમા કંપની Go Digitએ માર્ચ ક્વાર્ટરમાં ₹116 કરોડ નફો જાહેર કર્યો છે, જે₹53 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન ગ્રોસ રિટન પ્રીમિયમ ₹2,576 કરોડ અને AUM 24.8% વધીને ₹19,703 કરોડ થયા. શેરમાં 4.5% ઉછાળો આવી ₹311.50 પર બંધ થયા.
Adani Total Gas (ATGL):
ATGLએ 13% ક્વાર્ટરલી અને 15% વાર્ષિક વૃદ્ધિ દર્શાવી છે. આવક અને નફામાં મજબૂત ઉછાળો નોંધાયો છે. શેર છેલ્લાં સત્રમાં 3% વધીને ₹617.75 પર બંધ થયો. નોંધપાત્ર બિઝનેસ વૃદ્ધિ શેરહોલ્ડરો માટે પોઝિટિવ સંકેત આપે છે.
️ TVS Motor Company:
TVSએ Q4માં 75% નફો વધાર્યો છે – ₹852 કરોડ. આવક ₹9,550 કરોડ થઈ અને EBITDA પણ 44% વધીને ₹1,332 કરોડ થયો. શેર ₹2,778.20 પર બંધ રહ્યો છે અને YTD 15.44% વૃદ્ધિ નોંધાવી છે.
AWL Agri Business (Adani Wilmar):
કંપનીએ ક્વાર્ટરમાં ₹190 કરોડ નફો જાહેર કર્યો છે. આવક ₹13,223 કરોડથી વધી ₹18,230 કરોડ થઈ છે. કંપની હવે “AWL Agri Business” તરીકે ઓળખાય છે. શેરમાં 2%નો વધારો જોવા મળ્યો છે.
આ ત્રિમાસિક પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે કેટલીક કંપનીઓમાં ઊર્જાવાન ગ્રોથ છે, અને આજના સત્રમાં આ શેરો રોકાણકારો માટે આકર્ષણનો કેન્દ્ર બની શકે છે.