Stock Market Opening: શેરબજારમાં મિશ્ર શરૂઆત, સેન્સેક્સ ઘટ્યો અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યો.
Stock Market Opening: સ્થાનિક શેરબજાર આજે શરૂઆતે ઘટાડા સાથે ખુલ્યું છે. વૈશ્વિક બજારોમાંથી આવતા સિગ્નલોની સાથે સાથે ભારતીય બજારમાં સ્થાનિક સિગ્નલો પણ મહત્ત્વના છે અને આ સમયે બજારના મોટાભાગના નિષ્ણાતો બજારમાં સાવચેતીનો અભિગમ અપનાવવાની તરફેણમાં છે.
આજે બજાર કેવી રીતે ખુલ્યું?
આજે શેરબજારની શરૂઆતના સમયે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે અને BSE સેન્સેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે NSE નિફ્ટી ઉછાળા પર પાછો ફર્યો છે. આજની શરૂઆતે BSE સેન્સેક્સ 223.44 પોઈન્ટ અથવા 0.28 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં 36.45 પોઈન્ટ્સ અથવા 0.15 ટકાના વધારા સાથે 24,832 પર ટ્રેડ શરૂ થયો હતો.
- આ ખરાબ સંકેતો સાથે આજે સવારે બજારની શરૂઆત થઈ છે
- અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ 394 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.
- S&P અને Nasdaqમાં 1-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
- FIIએ 6 દિવસમાં રૂ. 50,000 કરોડથી વધુના શેર વેચ્યા છે.
- કાચા તેલમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 80 ડોલરની ઉપર પહોંચી ગયું છે, જે ભારતીય બજાર માટે સારા સંકેત નથી.
સેન્સેક્સના શેરની સ્થિતિ કેવી છે?
સેન્સેક્સના 17 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેના 13 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. M&M, HUL, ભારતી એરટેલ અને એક્સિસ બેન્ક તેજીમાં છે અને SBI, L&T અને અલ્ટ્રાટેક સિમેન્ટ તેજીમાં છે.
બેન્ક નિફ્ટી ઘટાડામાં લપસી ગયો
મિડકેપની શરૂઆત 300 પોઈન્ટના મજબૂત ઘટાડા સાથે થઈ છે અને બજાર ખુલતાની સાથે જ નિફ્ટી પણ લાલ નિશાનમાં આવી ગયો છે. બેન્ક નિફ્ટીએ પણ તેનો પ્રારંભિક લાભ ગુમાવ્યો છે અને તે લાલ રેન્જમાં સરકી ગયો છે.
BSE નું માર્કેટ કેપ શું છે?
BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન હાલમાં રૂ. 450.82 લાખ કરોડ થયું છે. એક અઠવાડિયા પહેલા જે એમકેપ રૂ. 478 લાખ કરોડે પહોંચ્યો હતો તે આજે ઘટીને રૂ. 450 લાખ કરોડ પર આવી ગયો છે.
પ્રી-ઓપનિંગમાં બજાર કેવું હતું?
શેરબજારની શરૂઆત પહેલા બીએસઈ સેન્સેક્સ 160.63 પોઈન્ટ અથવા 80889 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. NSE નો નિફ્ટી 96.60 પોઈન્ટ અથવા 0.40 ટકાના ઘટાડા સાથે 24697 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.