Stock Market Opening
શરૂઆતના વેપારમાં નિફ્ટીમાં TCS, LTIMindTree, BPCL, કોલ ઈન્ડિયા અને ONGC મુખ્ય લાભાર્થીઓમાં હતા, જ્યારે મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પ, એપોલો હોસ્પિટલ્સ, HDFC લાઈફ અને ડિવિસ લેબ્સ ઘટ્યા હતા.
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શુક્રવારે સ્થાનિક શેરબજાર લીલા રંગમાં ખુલ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો બેન્ચમાર્ક NSE નિફ્ટી 50 શરૂઆતના વેપારમાં 72 પોઈન્ટ વધીને 24,387.95 પર ખુલ્યો હતો, જ્યારે BSE સેન્સેક્સ 196.27 પોઈન્ટ વધીને 80,093.62 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. મોટાભાગના ઇન્ડેક્સ મિશ્ર રેન્જમાં ખુલ્યા હતા. વધુમાં, બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ માત્ર 2 પોઇન્ટ વધીને 52,272.65 પર ખુલ્યો હતો. મની કંટ્રોલ અનુસાર, TCS, LTI MindTree, BPCL, કોલ ઈન્ડિયા અને ONGC પ્રારંભિક ટ્રેડિંગમાં નિફ્ટી પર મુખ્ય નફાકારક હતા, જ્યારે મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પ, અપોલો હોસ્પિટલ્સ, HDFC લાઈફ અને ડિવિસ લેબ્સ ઘટ્યા હતા.