Stock Market Crash: FIIsની સતત વેચવાલી: 2025માં શેરબજારમાંથી 10 બિલિયન ડોલરનું વીલયન
Stock Market Crash: ભારતીય શેર બજારમાં નવેમ્બર 2024થી શરૂ થયેલ ઘટાડો હજુ પણ ચાલુ છે. 12 ફેબ્રુઆરી, બુધવારે પણ ભારતીય શેર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું. સમાચાર લખવા સુધી BSE સેન્સેક્સ 481 પોઈન્ટ ઘટીને 75,813 અને NSE નિફ્ટી 141 પોઈન્ટ ઘટીને 22,925 પર વ્યવહાર કરી રહ્યા હતા. સેન્સેક્સ 76,000 અને નિફ્ટી 23,000ના સ્તર નીચે પહોંચ્યા છે.
મિડકેપ-સ્મોલકેપમાં ભારે ઘટાડો
2025માં અત્યાર સુધી નિફ્ટી 50માં 2.4% નો ઘટાડો નોંધાયો છે. જોકે, નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100માં અનુક્રમણિકા 11% અને 14% ઘટી છે, જે 2016 બાદ સૌથી મોટો ઘટાડો છે. વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે 2025માં શેર બજારમાંથી લગભગ 10 બિલિયન ડોલર ગાયબ થઈ ચૂક્યા છે.
ટોચના રોકાણકારોને કરોડોનું નુકસાન
2025માં શેર બજારમાં સૌથી વધુ નુકસાન સહન કરનારા 10 મોટા રોકાણકારો પૈકી ટોચના નામ:
- રાધાકિશન દમાણી: ₹4,273 કરોડનું નુકસાન
- આશિષ ધવન: ₹318 કરોડનું નુકસાન
- ઝુનઝુનવાલા પરિવાર: ₹6,051 કરોડનું નુકસાન
- આશિષ કચોલિયા: ₹324 કરોડનું નુકસાન
- મુકુલ અગ્રવાલ: ₹884 કરોડનું નુકસાન
- આકાશ ભંસાલી: ₹932 કરોડનું નુકસાન
- નેમિષ શાહ: ₹462 કરોડનું નુકસાન
- મધુસૂદન કેલા: ₹506 કરોડનું નુકસાન
- વિજય કેડિયા: ₹278 કરોડનું નુકસાન
- સુનીલ સિંઘાનિયા: ₹515 કરોડનું નુકસાન
Nifty50ના સૌથી મોટા લૂઝર્સ
છેલ્લા એક મહિનામાં સૌથી વધુ ઘટાડો જોવા મળેલા Nifty50 સ્ટૉક્સ:
- ટ્રેન્ટ લિમિટેડ: 20.4% ઘટાડો
- પાવર ગ્રિડ કોર્પોરેશન: 14.6% ઘટાડો
- HCL ટેક.: 14.1% ઘટાડો
- ટાટા મોટર્સ: 12.3% ઘટાડો
ભારતીય શેરબજારની હાલની પરિસ્થિતિ સામાન્ય રોકાણકારો માટે ચિંતાજનક છે, અને નિષ્ણાતો હજી પણ બજારમાં સ્થિરતા આવવાની રાહ જોઇ રહ્યાં છે.