Share Market Today
Stock Market Today: સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર બે અને નિફ્ટીના 50માંથી માત્ર 4 શેરો ઉછાળા સાથે બંધ થયા છે. બાકીના શેરમાં ઘટાડો થયો હતો.
Indian Stock Market Closing On 5 August 2024: સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે બ્લેક મન્ડે સાબિત થયું છે. જાપાની સ્ટોક એક્સચેન્જ નિક્કી 225માં 13 ટકા અથવા 4750 પોઈન્ટના ઘટાડા અને મંદીના ભયને કારણે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં યુએસ શેરબજારમાં તીવ્ર ઘટાડાથી ભારતીય બજારોમાં અરાજકતા જોવા મળી હતી. દિવસના કામકાજ દરમિયાન BSE સેન્સેક્સ 2700 પોઈન્ટ્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 825 પોઈન્ટ્સ તૂટ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ બજારમાં આ તોફાન સામે ટકી શક્યા નહોતા અને બંને સેક્ટરના શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.
શેરબજારમાં આવેલા આ ઘટાડાથી રોકાણકારોને એક જ સેશનમાં 15.50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 2222 પોઈન્ટ ઘટીને 78,759 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 662 પોઈન્ટ ઘટીને 24,055 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
PSU શેરોમાં મજબૂત પ્રોફિટ બુકિંગ
બજારના આ ઘટાડાને કારણે ભારત ફોર્જ 6.18 ટકા, મધરસન 9.18 ટકા, LIC હાઉસિંગ ફાઇનાન્સ 8.34 ટકા, ટાટા મોટર્સ 7.31 ટકા, Mphasis 4.43 ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સ 4.19 ટકા, હિન્દુસ્તાન કોપર 6.71 ટકા, નોલ્કો 6.62 ટકા, SAIL76 ટકા. ઓએનજીસી 6.01 ટકા, જીએમઆર એરપોર્ટ 5.61 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું.