Post office: ઓછામાં ઓછા 1000 અને વધુમાં વધુ 50,000 રૂપિયા જમા કરી શકો છો
Post office Scheme: શેરબજારમાં છેલ્લી વખત સેન્સેક્સે 27 સપ્ટેમ્બરે રેકોર્ડ હાઈ બનાવ્યો હતો, આ દિવસે સેન્સેક્સ 85,922 પોઈન્ટની રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. નિફ્ટીનો છેલ્લો રેકોર્ડ હાઈ 27 સપ્ટેમ્બરે 26,166 પોઈન્ટ હતો.
આ રેકોર્ડ ઊંચાઈથી સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. TOIના રિપોર્ટ અનુસાર, આ ઘટાડામાં રોકાણકારોને રૂ. 48.5 લાખ કરોડનું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં, જો તમે શેર માર્કેટમાં પૈસા રોકવાને બદલે સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવા માંગો છો, તો અમે તમારા માટે પોસ્ટ ઓફિસ સ્કીમ લાવ્યા છીએ.
પોસ્ટ ઓફિસ KVP સ્કીમ
રિકરિંગ ડિપોઝિટ (RD) અને કિસાન વિકાસ પત્ર (KVP) યોજનાઓ પોસ્ટ ઓફિસમાં ચલાવવામાં આવે છે. આમાં, રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દર મહિને પૈસા જમા કરવામાં આવે છે અને કિસાન વિકાસ પત્રમાં એક સામટી રકમ જમા કરવામાં આવે છે. અમે તમારા માટે કિસાન વિકાસ પત્ર યોજના વિશે માહિતી લાવ્યા છીએ, જેમાં પાકતી મુદત પર જમા રકમની બમણી રકમ ઉપલબ્ધ છે.
પૈસા કેટલા મહિનામાં ડબલ થાય છે?
KVP સ્કીમમાં એક સામટી રકમ જમા કરાવવાની હોય છે. જેમાં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 50,000 રૂપિયા જમા કરાવી શકો છો. આ સ્કીમનો લોક પીરિયડ 2.5 વર્ષ છે અને આ સ્કીમ 115 મહિનામાં એટલે કે 9 વર્ષ અને 7 મહિનામાં પૂર્ણ થાય છે.
7.5 ટકા રિટર્ન ઉપલબ્ધ છે
પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના 7.5 ટકા વળતર આપે છે. જેમાં 115 મહિનામાં જમા થયેલી રકમ ડસ્ટ ડબલ જેટલી થાય છે. જો તમે શેરબજારમાં ઘટાડાને કારણે પૈસાનું રોકાણ કરવાથી ડરતા હોવ તો તમારે આ સ્કીમમાં ચોક્કસપણે રોકાણ કરવું જોઈએ. આ યોજના 1988માં શરૂ કરવામાં આવી હતી. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવા માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. KVP એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસ અથવા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર કરી શકાય છે.