Petrol Diesel Price:દેશની સરકારી તેલ કંપનીઓએ રવિવાર 16 જૂન 2024 માટે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવો જાહેર કર્યા છે. લેટેસ્ટ માહિતી મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. જોકે, રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા વેટને કારણેપેટ્રોલ અને ડીઝલના ભાવ દરેક જગ્યાએ બદલાઈ શકે છે. કોંગ્રેસ સરકારે 15 જૂન 2024ના રોજ કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. આ કિંમતો અમલમાં આવી ગઈ છે. ચાલો જાણીએ ઈંધણના નવા દરો…
મહાનગરોમાં પેટ્રોલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલનો દર 94.76 રૂપિયા પ્રતિ લિટર છે.
મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 104.19 છે.
કોલકાતામાં પેટ્રોલનો દર 103.93 રૂપિયા પ્રતિ લિટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 100.73 છે.
મહાનગરોમાં ડીઝલના ભાવ
દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર 87.66 રૂપિયા છે.
મુંબઈમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 92.13 છે.
કોલકાતામાં ડીઝલનો દર 90.74 રૂપિયા પ્રતિ લિટર છે.
ચેન્નાઈમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. 92.32 છે.