Tata Group: રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ડીલ થાય છે, તો તે પ્રથમ વખત હશે કે ટાટા ગ્રુપ અને રિલાયન્સ સંયુક્ત સાહસમાં ભાગીદારી કરશે, જે ટાટા પ્લે પ્લેટફોર્મ પર JioCinemaની પહોંચ વધારશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ટાટા ગ્રુપ સાથે જોઈન્ટ વેન્ચર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટાટા પ્લેમાં 29.8 ટકા હિસ્સા માટે વોલ્ટ ડિઝની કંપની સાથે વાતચીત કરી રહી છે. રિલાયન્સ આ યોજના સાથે ભારતના ટેલિવિઝન વિતરણ ક્ષેત્ર સુધી મોટા પાયે પહોંચવા માંગે છે. ટાટા સન્સ સેટેલાઇટ ટેલિવિઝન બ્રોડકાસ્ટરમાં 50.2 ટકા હિસ્સો ધરાવે છે. ડિઝની સિવાય, બાકીના શેર સિંગાપોર સ્થિત ફંડ ટેમાસેકની માલિકીના છે.
જો ડીલ થશે તો આવું પહેલીવાર થશે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ડીલ થાય છે, તો તે પ્રથમ વખત હશે કે ટાટા ગ્રુપ અને રિલાયન્સ સંયુક્ત સાહસમાં ભાગીદારી કરશે, જે ટાટા પ્લે પ્લેટફોર્મ પર JioCinemaની પહોંચ વધારશે. ટેમાસેક કંપનીમાં તેનો 20 ટકા હિસ્સો વેચવા માંગે છે, જેની કિંમત લગભગ $1 બિલિયન છે. 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે, ટાટા પ્લેએ રૂ. 4,499 કરોડની આવક પર રૂ. 105 કરોડની ખોટ નોંધાવી હતી.
ડિઝની સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે
ડિઝની અને રિલાયન્સ ભારતનો સૌથી મોટો મીડિયા અને મનોરંજન વ્યવસાય બનાવવા માટે તેમના મેગા સ્ટોક અને રોકડ મર્જરને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટોના અંતિમ તબક્કામાં હોવાના અહેવાલ છે. Viacom18 સંયુક્ત એન્ટિટીમાં 42-45% હિસ્સા સાથે સૌથી મોટા શેરહોલ્ડર તરીકે ઉભરી શકે છે. RIL 60% હિસ્સો ધરાવતી નવી એન્ટિટીમાં $1.5 બિલિયન સુધીનું રોકડ રોકાણ કરે તેવી ધારણા છે, જ્યારે વોલ્ટ ડિઝની બાકીનો 40% હિસ્સો ધરાવે છે.