SBI
ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્સ્ટિટ્યૂશન્સ બ્યુરો (FSIB) દિનેશ ખારાના અનુગામીની પસંદગી કરવા માટે ઇન્ટરવ્યુ લઈ રહી હતી. SBIના વર્તમાન ચેરમેન દિનેશ ખારા 28 ઓગસ્ટે નિવૃત્ત થશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIના નવા ચેરમેન માટેનો ઈન્ટરવ્યુ થોડા કલાકો પહેલા મુલતવી રાખવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ શું હતું તે હજુ જાણી શકાયું નથી. જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓના નિર્દેશકોની શોધ કરતી કંપની FSIBએ આ નિર્ણય લીધો છે. ભાષા સમાચાર અનુસાર જો કે સૂત્રોએ જણાવ્યું કે, દેશમાં નવી સરકાર બન્યા બાદ ઇન્ટરવ્યુની નવી તારીખ નક્કી કરવામાં આવશે. આ મામલે FSIBએ અણધાર્યું પગલું ભરતાં આશ્ચર્ય સર્જ્યું છે.
વર્તમાન અધ્યક્ષ 28 ઓગસ્ટે નિવૃત્ત થશે.
સમાચાર અનુસાર, ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન્સ બ્યુરો (FSIB) દિનેશ ખારાના અનુગામીની પસંદગી માટે ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા હતા. દિનેશ ખારા 28મી ઓગસ્ટે નિવૃત્ત થશે. FSIBનું નેતૃત્વ કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT)ના ભૂતપૂર્વ સચિવ ભાનુ પ્રતાપ શર્મા કરે છે. ભૂતપૂર્વ ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અનિમેષ ચૌહાણ, ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દીપક સિંઘલ અને ભૂતપૂર્વ ING વૈશ્ય બેન્કના મેનેજિંગ ડિરેક્ટર શૈલેન્દ્ર ભંડારી તેના અન્ય સભ્યો છે.