Indigo: નવી દિલ્હીથી જેદ્દાહ જતી ફ્લાઈટનું કરાચીમાં ઇમરજન્સી લેન્ડિંગ, મુસાફર બિમાર થતા નિર્ણય
Indigo: કરાચીઃ ઈન્ડિગોની એક ફ્લાઈટને શનિવારે પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વાસ્તવમાં, આ ફ્લાઈટ નવી દિલ્હીથી ટેકઓફ થઈને સાઉદી અરેબિયાના જેદ્દાહ જવાની હતી. આ દરમિયાન ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, સાઉદી અરેબિયાના જેદ્દાન જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને ઈમરજન્સી સ્વાસ્થ્ય સ્થિતિના કારણે પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવું પડ્યું હતું. ફ્લાઈટ કરાચીના જિન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.
ફ્લાઇટમાં પેસેન્જર બીમાર પડ્યા
શનિવારે નવી દિલ્હીથી રવાના થયેલું વિમાન પાકિસ્તાનની એરસ્પેસમાં હતું. ત્યારે એક પુરુષ મુસાફર ગંભીર રીતે બીમાર પડ્યો હતો. જિયો ન્યૂઝ અનુસાર બીમાર પડેલા ભારતીય મુસાફરની ઉંમર 55 વર્ષ છે. સૂત્રએ જણાવ્યું હતું કે, “વિમાનના પાઇલટે તેને ઓક્સિજન આપ્યા પછી પણ યાત્રીની તબિયતમાં સુધારો થયો નથી. “આ પછી અમે કરાચી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક કર્યો.”
પેસેન્જર કરાચીથી નવી દિલ્હી પરત ફર્યા
“એર ટ્રાફિક કંટ્રોલે ઇન્ડિગોની ફ્લાઇટને માનવતાના આધારે કરાચીમાં ઉતરવાની મંજૂરી આપી, જેના પગલે એક તબીબી ટીમ પેસેન્જરની કટોકટીની સારવાર માટે વિમાનમાં પહોંચી,” તેમણે કહ્યું. સમાચારમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે યાત્રીની સારવાર બાદ પ્લેન કરાચીથી રવાના થયું હતું, જ્યારે જેદ્દાહ જવાને બદલે પેસેન્જર નવી દિલ્હી પરત ફર્યું હતું.
ઈસ્તાંબુલમાં ફસાયેલા ભારતીયો
બીજી તરફ, ઈન્ડિગો તુર્કીની રાજધાનીમાં ફસાયેલા મુસાફરોને પરત લાવવા માટે બે વિમાન ઈસ્તાંબુલ મોકલવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે ટેક્નિકલ ખામીના કારણે ઈસ્તાંબુલથી દિલ્હીની ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જેના કારણે ઈન્ડિગોના સેંકડો મુસાફરો ઈસ્તાંબુલ એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા કારણ કે તેમની દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ્સ મોડી પડી હતી. તેઓ 24 કલાકથી વધુ સમય માટે ફસાયેલા હતા અને ઘણા વિલંબ અને સુવિધાઓના અભાવ અંગે ફરિયાદ કરવા સોશિયલ મીડિયા પર ગયા હતા.