Gold Rate
આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં સ્પોટ ગોલ્ડ 2,313 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં બે ડોલર ઓછું છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળા વલણને અનુરૂપ, ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 50 ઘટીને રૂ. 72,150 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ 550 રૂપિયા ઘટીને 90,950 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. પાછલા સત્રમાં તે રૂ. 91,500 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક – કોમોડિટી સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, “દિલ્હીના બજારોમાં સ્પોટ ગોલ્ડ (24 કેરેટ)ના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 72,150 પર ટ્રેડ થઈ રહ્યા છે, જે અગાઉના બંધ ભાવ કરતાં રૂ. 50નો ઘટાડો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં સ્પોટ ગોલ્ડ 2,313 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં બે ડોલર ઓછું છે. ગાંધીએ જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ આ વર્ષે માત્ર એક જ વાર વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યા બાદ સોનાએ તેનો ફાયદો ગુમાવ્યો છે અને તે નીચા વેપાર કરી રહ્યું છે. ચાંદીનો ભાવ નજીવો ઘટીને $29.30 પ્રતિ ઔંસ થયો હતો, જ્યારે અગાઉના ટ્રેડિંગ સેશનમાં તે $29.35 પ્રતિ ઔંસ હતો.
સોનાના વાયદાના ભાવમાં ઘટાડો
નબળા હાજર માંગ વચ્ચે, સટોડિયાઓએ તેમના સોદાનું કદ ઘટાડ્યું, જેના કારણે ગુરુવારે વાયદાના વેપારમાં સોનાની કિંમત રૂ. 468 ઘટીને રૂ. 71,502 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, ઓગસ્ટ મહિનામાં ડિલિવરી માટેના કોન્ટ્રાક્ટની કિંમત રૂ. 468 અથવા 0.65 ટકા ઘટીને રૂ. 71,502 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. આમાં 14,896 લોટનો વેપાર થયો હતો. બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે વૈશ્વિક બજારોમાં નબળા વલણને કારણે સોનાના વાયદાના ભાવમાં ઘટાડો થયો હતો.