Gold Price Today
Gold Price Today on 14th June 2024 આજે સોનાની હાજર કિંમત 72,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી. તે જ સમયે, દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીની હાજર કિંમત 90,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહી.
Gold Price Today on 14th June 2024: વૈશ્વિક વલણને અનુરૂપ, શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 70 ઘટીને રૂ. 72,080 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ. 250 ઘટીને રૂ. 90,700 પ્રતિ કિલો થયો હતો. પાછલા સત્રમાં તે રૂ. 90,950 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક – કોમોડિટીઝ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, “દિલ્હીના બજારોમાં સ્પોટ ગોલ્ડ (24 કેરેટ)ના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 72,080 પર ટ્રેડ થઈ રહ્યા છે, જે અગાઉના બંધ ભાવ કરતાં રૂ. 70 ઓછા છે.”
સોના અને ચાંદીના વૈશ્વિક ભાવ
આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં, સ્પોટ સોનું $2,310 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં $3 ઓછું છે. ગાંધીએ જણાવ્યું હતું કે આ અઠવાડિયે ડૉલરના વધારા અને યુએસ ફેડરલ રિઝર્વના આક્રમક વલણને જોતાં શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. નિષ્ણાતોના મતે વ્યાજદર અંગે ફેડરલ રિઝર્વના આક્રમક વલણને કારણે હાલમાં સોનાના ભાવ દબાણ હેઠળ છે. ડૉલર અને યુએસ બોન્ડ યીલ્ડ વધવાથી સોનાના ભાવ પર અસર થઈ છે. ચાંદીમાં પણ ઘટાડો થયો હતો અને 29.05 ડોલર પ્રતિ ઔંસ બોલાઈ રહ્યો હતો. છેલ્લા સત્રમાં તે $29.30 પ્રતિ ઔંસ પર બંધ થયો હતો.
સોના અને ચાંદીના વાયદાના ભાવ
શુક્રવારે સોનાના વાયદાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. MCX એક્સચેન્જ પર, 5 ઓગસ્ટ, 2024 ના રોજ ડિલિવરી માટેનું સોનું શુક્રવારે સાંજે 1.07 ટકા અથવા રૂ. 762ના વધારા સાથે રૂ. 71,900 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. તે જ સમયે, 5 જુલાઈ, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી હાલમાં 0.77 ટકા અથવા 674 રૂપિયાના વધારા સાથે 88,657 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી.