Gautam Adani: ગૌતમ અદાણી માટે ખરાબ સમાચાર, અમેરિકામાં ભ્રષ્ટાચારનો મોટો આરોપ
Gautam Adani: અદાણી ગ્રુપના ચેરમેન અને દેશના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ વધી ગઈ છે. અમેરિકાની ન્યૂયોર્ક કોર્ટમાં ગૌતમ અદાણી સહિત સાત લોકો પર 250 મિલિયન ડોલરની લાંચ અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગૌતમ અદાણી સહિત આ સાતેય પર આગામી $2 બિલિયન સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ મેળવવા માટે અધિકારીઓને $250 મિલિયનથી વધુની લાંચ આપવાનો આરોપ છે.
અદાણી ગ્રુપ સામે અમેરિકામાં તપાસ ચાલી રહી હતી
યુએસમાં ન્યુયોર્કના પ્રોસિક્યુટર્સે આક્ષેપ કર્યો છે કે ગૌતમ અદાણી અને અન્ય લોકોએ અમેરિકન રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કરતી વખતે ખોટું બોલ્યા હતા. અદાણી ગ્રૂપની કંપની અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી અને MD-CEO નિવિત જૈન પર યુએસના કાયદાનો ભંગ કરવાનો આરોપ છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, યુએસ એસઈસીના અધિકારીઓ એ તપાસ કરી રહ્યા હતા કે શું અદાણી જૂથે પ્રોજેક્ટ મેળવવા માટે લાંચ આપી હતી.