Fixed Deposit HDFC અને Federal Bank એ વ્યાજ દર ઘટાડ્યા, રોકાણકારોને નુકસાન
Fixed Deposit ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ દર હવે અગાઉ જેટલો આકર્ષક રહ્યો નથી. RBI દ્વારા રેપો રેટમાં થયેલા ઘટાડા બાદ, અનેક સરકારી અને ખાનગી બેંકો FD પરના વ્યાજ દરમાં ઘટાડો કરી રહી છે. તાજેતરમાં, HDFC બેંક અને Federal Bank એ પણ FD પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, જેના કારણે નાણાં રોકાણ કરતા નાગરિકોને હવે ઓછો વળતર મળશે.
HDFC બેંકના નવા દરો
દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC એ પસંદગીના FD ટેન્યુર માટે વ્યાજ દરમાં 50 બેસિસ પોઇન્ટ (BPS) સુધીનો ઘટાડો કર્યો છે. 19 એપ્રિલ 2025 થી અમલમાં આવેલા નવા દર મુજબ હવે સામાન્ય નાગરિકો માટે FD પર વ્યાજ દર 3% થી 7.10% અને વરિષ્ઠ નાગરિકો માટે 3.5% થી 7.55% ની વચ્ચે રહેશે.
15 થી 18 મહિનાની FD પર વ્યાજ દર 7.10% થી ઘટીને 7.05% થયો
18 થી 21 મહિના માટેનો દર 7.25%થી ઘટીને 7.05% થયો
21 મહિના થી 2 વર્ષની FD હવે 6.70% વ્યાજ આપે છે (પહેલાં 7.00%)
એક વર્ષની FD પર HDFC એ કોઈ ફેરફાર કર્યો નથી – સામાન્ય માટે 6.60% અને વરિષ્ઠ નાગરિકો માટે 7.10%.
Federal Bankનો ઘટાડો
Federal Bank એ પણ FD તથા બચત ખાતા બંને પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે:
46 થી 90 દિવસની FD હવે 4.50% (અગાઉ 5.50%)
91 થી 180 દિવસ – 5%
1 વર્ષની FD પર દર 7% થી ઘટીને 6.85% થયો
181 દિવસની વિશિષ્ટ FD બંધ કરી દેવાઈ છે
રોકાણકારોને શું અસર?
HDFC ગ્રાહકોને હવે મહત્તમ 50 BPS અને Federal Bankના ગ્રાહકોને 25 BPS સુધીનું નુકસાન થઈ શકે છે. અન્ય બેંકો જેવી કે SBI, PNB, Yes Bank, Kotak, અને Canara Bank એ પણ તેમના FD વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
RBI રેપો રેટ ઘટાડે ત્યારે બેંકોને ઓછી કિંમત પર ભંડોળ મળે છે, એટલે તેઓ FD પર વધુ વ્યાજ આપવાની જરૂરિયાત અનુભવે નહીં. પરિણામે, રોકાણકારો માટે FD હવે ઓછું લાભદાયી વિકલ્પ બની રહી છે.