FD Rates: નાની બેંકો એટલે કે નાની ફાઇનાન્સ બેંકો ગ્રાહકોને FD પર વધુ કમાણી કરાવે છે. તેમના દ્વારા આપવામાં આવતા વ્યાજ દર મોટી બેંકો કરતા 1 થી 1.25 ટકા વધારે છે…
મોટી બેંકોની સરખામણીમાં નાની બેંકો હાલમાં ફિક્સ ડિપોઝીટ પર વધુ વળતર આપી રહી છે. હાલમાં મોટી બેંકોની સરખામણીએ સ્મોલ ફાયનાન્સ બેંકમાં FD કરવા પર ગ્રાહકોને 1 થી 1.25 ટકા વધુ વ્યાજ મળી રહ્યું છે.
Utkarsh Small Finance Bank: આ સ્મોલ ફાઇનાન્સ બેંક તેના ગ્રાહકોને ફિક્સ ડિપોઝિટ પર 8.5 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે. આ વ્યાજ દર 2 થી 3 વર્ષની મુદતવાળી FD માટે છે.
Unity Small Finance Bank: યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક 1001 દિવસની FD પર ગ્રાહકોને 9 ટકા વ્યાજ આપી રહી છે. કોઈપણ બેંક અથવા સ્મોલ ફાઇનાન્સ બેંકની FD પર આ સૌથી વધુ વળતર છે.
Equitas Small Finance Bank: ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક પણ મહત્તમ 8.5 ટકા સુધીની એફડી પર વ્યાજ ઓફર કરે છે, જે 2 વર્ષથી વધુ પરંતુ 3 વર્ષથી ઓછા સમયગાળાની એફડી માટે છે.
HDFC Bank: કદની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી બેંક FD પર મહત્તમ 7.4 ટકા વ્યાજ ઓફર કરે છે. વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ મળી રહ્યું છે, પરંતુ તેમ છતાં વ્યાજ દર 8 ટકાથી ઓછો રહે છે.
State Bank of India: સૌથી મોટી સરકારી બેંક SBI હાલમાં FD પર મહત્તમ 7.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે, જે 444 દિવસની FD માટે છે.