FD : સ્મોલ ફાઇનાન્સ બેંક સામાન્ય બેંકો કરતા FD પર વધુ વ્યાજ આપે છે.
નાની ફાઇનાન્સ બેંકો મોટી બેંકો કરતા FD પર વધુ વ્યાજ આપી રહી છે. ઘણી નાની ફાઇનાન્સ બેંકો ગ્રાહકોને આકર્ષવા માટે તેમના ગ્રાહકોને 9 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. FD નો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં પૈસા ગુમાવવાનું જોખમ નહિવત છે.
AU Small Finance Bank
એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક તેના રોકાણકારોને 3.75 ટકાથી 8 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. આ અંતર્ગત બેંક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરી રહી છે. બેંક દ્વારા ઓફર કરવામાં આવેલ સૌથી વધુ વ્યાજ દર 18 મહિનાની FD પર 8 ટકા છે.
Unity Small Finance Bank
Unity Small Finance Bank FD પર 4.50 ટકાથી 9 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. બેંકમાં 1001 દિવસની FD પર સૌથી વધુ 9 ટકા વ્યાજ મળે છે.
Fincare Small Finance Bank
Fincare Small Finance Bank FD પર 3 ટકાથી 8.61 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. આમાં રોકાણકારોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરવામાં આવી રહી છે. બેંક દ્વારા 750 દિવસની FG પર સૌથી વધુ વ્યાજ 8.61 ટકા છે.
Jana Small Finance Bank
જના સ્મોલ ફાઇનાન્સ બેંક FD પર 4 ટકાથી 8.65 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. બે વર્ષ અને બે દિવસની FD પર બેંક દ્વારા સૌથી વધુ 8.65 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
Utkarsh Small Finance Bank
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક FD પર 4 ટકાથી 8.50 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. બેંક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. બે થી ત્રણ વર્ષની FD પર બેંક દ્વારા સૌથી વધુ 8.50 ટકા વ્યાજ આપવામાં આવે છે.