Dividend Stock
Dividend Share: ટાટા ગ્રુપ કંપનીએ તેના શેરધારકોને જંગી ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. તેની રેકોર્ડ ડેટની વિગતો જાણો.
ટાટા ગ્રુપની આ કંપનીએ પોતાના રોકાણકારોના ખિસ્સા ભરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ જંગી ડિવિડન્ડની જાહેરાત કરી છે.
Dividend Stock: ટાટા ગ્રુપની આ કંપની શેરધારકોના ખિસ્સા ભરવા જઈ રહી છે. આ કંપનીએ રોકાણકારો માટે ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ કંપની Tata Elxsi છે.
Tata Elxsi એ શેરધારકો માટે શેર દીઠ રૂ. 70ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ સાથે કંપનીએ ડિવિડન્ડની રેકોર્ડ ડેટને પણ આખરી ઓપ આપી દીધો છે.
કંપનીએ તેની રેકોર્ડ ડેટ 25 જૂન, 2024 નક્કી કરી છે. આ ડિવિડન્ડનો લાભ ફક્ત તે જ શેરધારકોને મળશે જેઓ આજ સુધી કંપનીના શેર ધરાવે છે.
ટાટા ગ્રુપની Tata Elxsi હેલ્થકેર, ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન, ઓટોમોટિવ, બ્રોડકાસ્ટ વગેરે માટે ટેક્નોલોજી અને ડિઝાઇન પ્રદાન કરવાનું કામ કરે છે.
નાણાકીય વર્ષ 2023-24ના જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં કંપનીના નફામાં 2.32 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તે ઘટીને રૂ. 196.93 કરોડ થયો હતો.
ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન કંપનીએ કુલ રૂ. 201.50 કરોડની કમાણી કરી હતી. આ વર્ષે કામગીરીમાંથી કંપનીની આવક રૂ. 905.90 કરોડ રહી છે.