શેર બજારમાં ક્યારે કયો શેર કોઈને અમીર બનાવી દે અને ક્યારે કોઈને જોરદાર ફટકો આપી દે, કંઈ પણ કહી શકાય નહીં. શેર બજારમાં કેટલાક એવા શેરો છે, જેણે રોકાણકારોને આટલો મોટો નફો આપ્યો છે, જેને સાંભળીને તમને લાગશે કે કાશ આ સ્ટોક પણ આપણા પોર્ટફોલિયોમાં હોત. જંગી નફો આપનારા શેરોમાં રાજ રેયોન ઇન્ડસ્ટ્રીઝ (Raj Rayon Industries) ના શેરનું નામ પણ સામેલ છે. 2 વર્ષ પહેલા રાજ રેયોન ઈન્ડસ્ટ્રીઝના 5 શેર 1 રૂપિયામાં આવતા હતા. પરંતુ હવે આ મલ્ટિબેગર શેરની કિંમત વધીને 67.45 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે બે વર્ષમાં આ સ્ટોકમાં રોકાણકારોને 33 હજાર 625 ટકા રિટર્ન મળ્યું છે.
2 વર્ષ પહેલાં જેમણે આ શેરમાં રૂપિયા રોક્યા હતા તેઓ ધનવાન બની ચૂક્યા છે. જે રોકાણકારે બે વર્ષ પહેલા રૂપિયા વરસાવતી રાજ રેયોનમાં માત્ર 30 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત તે પણ આજે કરોડપતિ બની ગયો હોત. આ મલ્ટીબેગર સ્ટોકે છેલ્લા એક વર્ષમાં 3 હજાર 891 ટકાનું રિટર્ન આપ્યું છે. વર્ષ 2023માં અત્યાર સુધીમાં આ શેરે રોકાણકારોને લગભગ 84 ટકા નફો આપ્યો છે.
5 વર્ષમાં 16,862 ટકાનો ઉછાળો
પાંચ વર્ષ પહેલા જે રોકાણકારોએ રાજ રેયોનના શેરમાં રૂપિયા રોક્યા હતા તેઓ આજે પણ ભારે નફો કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન મલ્ટિબેગર પેની સ્ટોકમાં 16 હજાર 862 ટકાનો વધારો થયો છે. પાંચ વર્ષ પહેલા શેરનો ભાવ 40 પૈસા હતો. જો કે, 1 મહિનામાં આ શેરમાં 15 ટકા ઘટ્યો છે.
1 લાખના 2 વર્ષમાં બની ગયા 33 કરોડ
જે રોકાણકારે બે વર્ષ પહેલાં રાજ રેયોનના શેરમાં 1 લાખ રૂપિયા નું રોકાણ કર્યું હતું અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હતું, તેમનું રોકાણ હવે 33 કરોડ 7 લાખ 2 હજારનું થઈ ગયું હોત. 2 વર્ષ પહેલા તેને 20 પૈસા પ્રતિ શેરના ભાવે 1 લાખ રૂપિયામાં 5 લાખ શેર મળ્યા હતા. આજે એક શેરની કિંમત 67.45 રૂપિયા છે. તેવી જ રીતે, જો કોઈ રોકાણકારે બે વર્ષ પહેલા આ શેરમાં 30,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે આજે કરોડપતિ બની ગયો હોત. આજે તેને 30 હજારમાંથી 1 કરોડ 1 લાખ 17 હજાર 500 રૂપિયા મળ્યા હોત.