Multibagger Stock: ગમ બનાવતી જાયન્ટ પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોકમાં આ વર્ષે લગભગ 7 ટકાનો ઘટાડો થયો છે. જોકે લાંબા ગાળે તેણે ઇન્વેસ્ટર્સને કરોડપતિ બનાવ્યા છે. બજારના નિષ્ણાતોને હજુ પણ આ ફેવિકોલ મેન્યુફેક્ચરિંગ જાયન્ટમાં વિશ્વાસ છે. નિષ્ણાતોના મતે તે વર્તમાન લેવલથી 21 ટકા સુધી ચઢી શકે છે.
નિષ્ણાતો શા માટે બેટ લગાવે છે?
ડોમેસ્ટિક બ્રોકરેજ નોવુમા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ માને છે કે આગામી ક્વાર્ટરમાં પિડિલાઇટના માર્જિનમાં સુધારો થશે. આ એવા સેગમેન્ટમાં છે જ્યાં કોમ્પિટિશન ઓછી છે અને નવા એન્ટ્રીયર માટે પ્રવેશ મુશ્કેલ છે અને ગ્રોથ વધારે છે, તેથી મજબૂત બ્રાન્ડ તરીકે પિડિલાઇટ માટે દૃષ્ટિકોણ વધુ હકારાત્મક છે. પિડિલાઇટના બિઝનેસને ઇનપુટ ખર્ચમાં ઘટાડો, રિઅલ એસ્ટેટ પ્રવૃત્તિમાં તેજી અને મૂડી ખર્ચમાં વધારો કરવા માટે સરકારના દબાણથી ટેકો મળશે.
બજારમાં તેની પ્રબળ સ્થિતિ, 40 લાખથી વધુ આઉટલેટ્સની પહોંચ તેમજ વચેટિયાઓ અને ઉપભોક્તાઓ સાથે મજબૂત જોડાણને કારણે, નવા પ્લેયર્સ માટે આ સેગમેન્ટમાં પ્રવેશ કરવો ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં બ્રોકરેજે તેને બાય રેટિંગ આપ્યું છે અને તેમાં ઇન્વેસ્ટ કરવા માટે 2855 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.
પિડિલાઇટનો સ્ટોક મલ્ટીબેગર સાબિત થયો
પિડિલાઇટના સ્ટોકની કિંમત 18 માર્ચ, 2005ના રોજ રૂ. 21.79 હતી. હવે તે 2353.20 રૂપિયામાં ઉપલબ્ધ છે. આનો અર્થ એ થયો કે પિડિલાઇટમાં રૂ. 1 લાખનું ઇન્વેસ્ટ 18 વર્ષમાં 108 ગણું વધીને રૂ. 1.08 કરોડ થયું છે. એવું નથી કે તેણે માત્ર લાંબા ગાળામાં જ ઉત્તમ વળતર આપ્યું છે પરંતુ તેણે ટૂંકા સમયની ફ્રેમમાં પણ બેસ્ટ રિટર્ન આપ્યું છે.
ગયા વર્ષે, 17 જૂન, 2022 ના રોજ, તે 1988.60 રૂપિયાની એક વર્ષની નીચી સપાટીએ સરકી ગયો હતો. જો કે, માત્ર ત્રણ મહિનામાં, તે 15 સપ્ટેમ્બર 2022ના રોજ 47 ટકા વધીને રૂ. 2916.85ના રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યો હતો. શેર્સની આ તેજી અહીં જ અટકી ગઈ અને તે આ રેકોર્ડ ઊંચાઈથી 19 ટકા નીચે આવી ગઈ છે. બજાર નિષ્ણાતો આમાં મોટી રિકવરીની આશા રાખી રહ્યા છે.