adhar-PAN:જો તમે હજુ સુધી પેનને આધાર સાથે લિંક (adhar-PAN Link) નથી કરાવ્યું તો સાવધાન થઈ જાવો. કારણ કે સરકાર હવે આવા લોકો સામે એક્શનમાં આવી છે. નાણામંત્રી સીતારમણે સ્પષ્ટ કર્યું છે કે, જો 30 જૂન 2023 સુધીમાં પેનને આધાર સાથે લિંક (adhar-PAN Link) કરવામાં નહીં આવે તો તેમણે વધુ દંડ ભરવો પડશે. એટલા માટે સમયસર પેનને આધાર સાથે લિંક કરી લેવું. નહીંતર કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે. હાલ દંડની રકમ 1 હજાર રૂપિયા છે. પરંતુ જો તમે 30 જૂન સુધી આ કામ નહીં કરાવો તો તમારે વધુ રૂપિયા ચૂકવવા પડશે.
પેન (PAN) થઈ જશે નિષ્ક્રિય
અત્યાર સુધી સરકારનો નિયમ હતો કે, જો તમે 30 જૂન સુધીમાં આ મહત્ત્વપૂર્ણ કામ નહીં કરાવો તો તમારું પેન નિષ્ક્રિય થઈ જશે. પરંતુ નવીનતમ માહિતી મુજબ, નાણામંત્રીએ જાહેરાત કરી છે કે જો તમે સમયસર પેનને આધાર સાથે લિંક નહીં કરો તો દંડની રકમમાં વધારો કરવામાં આવશે. જેમણે આજ સુધી પેનને આધાર સાથે લિંક નથી કર્યું, તેઓએ તરત જ આ કામ કરવું જોઈએ. નાણા મંત્રાલય દ્વારા 28 માર્ચે જારી કરાયેલા નિવેદન મુજબ, TDS અને TCS સંબંધિત સમસ્યાઓથી બચવા માટે દરેક વ્યક્તિએ કોઈપણ સંજોગોમાં તેમના આધારને પેન કાર્ડ સાથે લિંક કરાવવું જોઈએ.
નાણામંત્રીના નિવેદન મુજબ ઈનકમ ટેક્સ એક્ટ 1961 હેઠળ, 1 જુલાઈ 2017ની તારીખ સુધી જેમના નામે પેન કાર્ડ જારી કરવામાં આવ્યા છે અને આધાર કાર્ડ માટે લાયક છે, તેમને 31 માર્ચ, 2023 સુધીમાં લિંક કરાવવું. તાજેતરમાં પેનને આધાર સાથે લિંક કરવાની અવધિ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં જેમણે પોતાનું આધાર કાર્ડ અને પેન કાર્ડ લિંક નથી કરાવ્યું તેમનો પેન (PAN) 1 જુલાઈ, 2023થી રદ થઈ જશે.