દેશમાં ફેશન ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા કેટલાક મહિનાઓથી તેજીમાં છે. ફેશન રિટેલર કંપનીઓનું વેચાણ તેનો મજબત સંકેત આપી રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ફેશન રિટેલર કંપનીઓની આવક લગભગ વધી છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન તહેવારોની સિઝનમાં મજબૂત વેચાણને કારણે આ મોટાભાગે પ્રેરિત હતું. ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતો માને છે કે જાન્યુઆરી-માર્ચમાં વેચાણ ભલે ઓછું થઈ ગયું હોય પરંતુ સમગ્ર નાણાકીય વર્ષ 2022–23માં ફેશન રિટેલ કંપનીઓના વેચાણમાં 45%નો વધારો થવાની ધારણા છે, કોરોના બાદ આર્થિક પ્રવૃત્તિમાં તેજી આવી છે.
લોકોએ બ્રાન્ડેડ વસ્ત્રો જેવા અન્ય પ્રોડક્ટના ખર્ચમાં વધારો કર્યો છે. એપ્રિલ-ડિસેમ્બર 2022 વચ્ચે ફેશન રિટેલ ક્ષેત્રની આવકમાં 55%નો વધારો થયો છે. મોટા શહેરોમાં પ્રીમિયમ બ્રાન્ડનું વેચાણ ફેશન રિટેલ કંપનીઓના વેચાણમાં વૃદ્ધિમાં મોટો ફાળો આપે છે. પરંતુ વેલ્યુ-ફેશન સેગમેન્ટમાં કંપનીઓ એપેરલના વેચાણમાં મોંધવારીની અસરનો સામનો કરી રહી છે. 2019-20ના પ્રથમ નવ મહિનાનીસરખામણીએ વર્તમાન નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં વેલ્યુ- ફેશન સેગમેન્ટના વેચાણમાં કંપનીઓએ નકારાત્મક વૃદ્ધિ નોંધાવી છે.
ઇકરાએ જણાવ્યું હતું કે ફેશન રિટેલ કંપનીઓ કાચા માલના વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર લાવી રહી છે. એપ્રિલ-ડિસેમ્બર 2022માં તેમનું ગ્રોસ માર્જિન 2021-22 જેવું જ છે. કમાણીમાં ઝડપી વૃદ્ધિ હોવા છતાં ફેશન રિટેલર્સનું OPM 2022-23માં 7–7.3% રહેવાની ધારણા છે.