બધા યુઝર્સ સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટો પોસ્ટ કરવાનું પસંદ કરે છે. સામાન્ય માણસને તેમની પોસ્ટ પર માત્ર કોમેન્ટ્સ અને લાઈક્સ જ મળે છે, પરંતુ દુનિયામાં કેટલાક યૂઝર્સ એવા છે જેમને પોસ્ટ કરવા માટે રૂપિયા મળે છે. અમેરિકામાં 18 વર્ષની યુવતીએ તેના વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટથી 160 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી છે.
અમેરિકન સોશિયલ મીડિયા પર્સનાલિટી અને ડાન્સર ચાર્લી ડી’એમેલિયો (Charli D’Amelio) વિડિયો-શેરિંગ એપ ટિકટોક (Tiktok) પર તેના પોપ્યુલર વીડિયો માટે જાણીતી છે.
2019માં ચાર્લી (Charli D’Amelio) પ્રથમ વખત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ડાન્સ વીડિયો પોસ્ટ કર્યા પછી ટિકટોકની સૌથી વધુ ફોલો કરવામાં આવતી ક્રિએટર બની ગઈ છે. આ યુવતીના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર પણ કરોડો ફોલોઅર્સ છે.
ચાર્લી હવે ટિકટોક (Tiktok) પર પ્રતિ પોસ્ટ માટે 1 કરોડથી વધુની કમાણી કરી રહી છે. આટલું જ નહીં, તેને ફેસ ઓફ ટિકટોક જાહેર કરાયો છે. એક રિપોર્ટ મુજબ, તે ટિકટોક (Tiktok) પર સૌથી વધુ કમાણી કરનાર યુવતી છે.
ચાર્લી એન્ડોર્સમેન્ટ, મર્ચેન્ડાઇઝ, YouTube રેવેન્યુ શેર અને સ્પોન્સર્ડ પોસ્ટ્સ સહિતના બહુવિધ સોર્સમાંથી રૂપિયા કમાય છે. તે સ્પોન્સર પોસ્ટ માટે ઓછામાં ઓછા 82 લાખ રૂપિયા લે છે. એવું કહેવાય છે કે 2020માં ચાર્લીએ સુપર બાઉલ એડ કરવા માટે 8 કરોડ રૂપિયાથી વધુની રકમ લીધી હતી.
ચાર્લી ડી એમિલિયો (Charli D’Amelio) એ ઘણી ફેમસ અમેરિકન બ્રાન્ડ્સ માટે વીડિયો બનાવ્યા છે. તેમાં પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (Procter & Gamble), હોલિસ્ટર (Hollister), યોપ્લેટ (Yoplait), ડંકિન ડોનટ્સ (Dunkin Donuts), મોર્ફે (Morphe) કોસ્મેટિક્સ જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે.
ચાર્લીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એડ વિડિયો રિલીઝ થયા પછી તરત જ યુવાનો વચ્ચે પ્રોડક્ટ્કના વેચાણમાં ઝડપથી વધારો થયો છે.