National Pension Scheme: નવી પેન્શન યોજનાને લઈ દેશભરમાં સરકારી કર્મચારી હડતાર પર ઉતરહા રહે છે, આ દરમિયાન કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ માટે એક મોટી જાહેરાત કરી છે, જેને સાંભળીને તમે પણ ખુશ થઈ જશો. કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 4 ટકાથી વધારીને 42 ટકા કરી દીધી છે. તેનાથી કેન્દ્ર સરકારના 47.58 લાખ કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. કેન્દ્રીય કેબિનેટની આર્થિક બાબતોની સમિતિની બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર (Information and Broadcasting Minister Anurag Thakur) એ પત્રકારોને જણાવ્યું હતું કે, મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાને કારણે સરકારી તિજોરી પર વાર્ષિક 12 હજાર 815.60 કરોડની અસર પડી છે.
મોંઘવારી ભથ્થું શું હોય છે?
મોંઘવારી ભથ્થું એ એવા રૂપિયા છે જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવન ધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ રૂપિયા સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દર 6 મહિને તેની ગણવામાં આવે છે. તે સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓની બેઝિક સેલરી મુજબ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી ભથ્થું કર્મચારીઓ માટે અલગ-અલગ હોઈ શકે છે.
મોંઘવારી ભથ્થાનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવામાં આવે છે?
મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક સૂત્ર આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સૂત્ર છે [છેલ્લા 12 મહિનાના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ – 115.76)/115.76]×100. હવે જો આપણે PSU (public sector unit) માં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ, તો તેની ગણતરીની પદ્ધતિ છે: મોંઘવારી ભથ્થાંની ટકાવારી= (છેલ્લા 3 મહિનાના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100)- 126.33) )x100
શું છે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ?
ભારતમાં ફુગાવાના બે પ્રકાર છે. એક જથ્થાબંધ ફુગાવો અને બીજો રિટેલ એટલે કે છૂટક ફુગાવો. છૂટક ફુગાવો દર સામાન્ય ગ્રાહકો દ્વારા ક્વોટ કરાયેલા ભાવ પર આધારિત હોય છે. તેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવામાં આવે છે.
કેટલો ફાયદો થશે?
(બેસિક પે+ ગ્રેડ પે) × DA % = DA રકમ
ઉપર બતાવેલા મુજબ તમારો પગાર ફોર્મ્યુલામાં ભરો..
સાદી ભાષામાં સમજીએ, તો મોંઘવારી ભથ્થાનો દર પગારમાં ગુણાકાર થાય છે જે મૂળ પગારમાં ગ્રેડ પગાર ઉમેર્યા પછી કરવામાં આવે છે. જે પરિણામ આવે છે તેને ડીયરનેસ એલાઉન્સ (DA) કહેવાય છે. હવે તેને એક ઉદાહરણથી સમજીએ, ધારી લો કે તમારી બેઝિક સેલેરી 10 હજાર રૂપિયા છે અને ગ્રેડ પે 1000 રૂપિયા છે. બંનેને ઉમેરવા પર કુલ 11 હજાર રૂપિયા થઈ જાય છે. હવે વધેલા 42% મોંઘવારી ભથ્થાના સંદર્ભમાં, તે 4 હજાર 620 રૂપિયા થાય છે. તમારી કુલ સેલેરી 15 હજાર 620 રૂપિયા થઈ. અગાઉ, 38 ટકા DAના સંદર્ભમાં તમને 15,180 રૂપિયાનો પગાર મળતો હતો. એટલે કે DAમાં 4%નો વધારો કર્યા બાદ દર મહિને 440 રૂપિયાનો તમને ફાયદો થશે.