Post office scheme: જો તમે પણ નિવૃત્તિ પછી રૂપિયાને લઈને પરેશાન છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. કારણ કે પોસ્ટ ઓફિસની આ સરકારી સ્કીમમાં એકસાથે રોકાણ કર્યા પછી, તમારી બધી ચિંતાઓ દૂર થઈ જશે. આ સેવિંગ સ્કીમ હેઠળ એકસાથે રોકાણ કરવામાં આવે છે. આ સાથે જીવનભર પેન્શન તરીકે દર મહિને 2500 રૂપિયા મળે છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ (post office savings scheme) માં જોડાવા માટે કોઈ ઉંમરની શરત નથી. 10 વર્ષના બાળકના નામે પણ બચત ખાતું ખોલાવી શકાય છે.
દર મહિને વ્યાજ મળશે
આપને જણાવી દઈએ કે, પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ પણ ખાસ છે કારણ કે મૂળ રકમ તમારી જમા જ રહે છે. આ સાથે તમને દર મહિને વ્યાજ પણ મળે છે. જે તમે બાળકોના ટ્યુશન પાછળ ખર્ચી શકો છો. અથવા અન્ય કોઈપણ ઘરના ખર્ચ માટે વાપરી શકાય છે. એટલું જ નહીં, જો તમારે વધુ આવક જોઈતી હોય તો રોકાણ વધારવું પડશે. એકસાથે જેટલું તમે રોકાણ કરશો, તમને એટલું જ વધારે વ્યાજ મળશે. સાથે જ 60 વર્ષ પૂર્ણ થવા પર દર મહિને 2500 રૂપિયા મળશે.
આવી રીતે થાય છે આવકની ગણતરી
જો તમે તમારા 10 વર્ષના બાળકના નામે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ ખોલાવો છો અને તેમાં 2 લાખ રૂપિયાનું રોકાણ પણ કરો છો, તો 6.6ના વ્યાજ દરે દર મહિને 1100 રૂપિયા મળે છે. જો તમે સતત 5 વર્ષ સુધી રૂપિયા જમા રાખો છો તો તમને 66 હજાર રૂપિયા વ્યાજ તરીકે મળે છે. તેની સાથે 2 લાખ રૂપિયા તમારી પાસે સુરક્ષિત છે. જેમ જેમ રોકાણના રૂપિયા વધશે તેમ માસિક આવક પણ વધશે. તેથી, જો તમે નાનું રોકાણ કરવા માગો છો, તો તમે વિલંબ કર્યા વિના આ સ્કીમમાં જોડાઈ શકો છો.