Budget Session: બજેટ સત્ર પહેલા પીએમ મોદીના સંકેત: ગરીબ અને મિડલ ક્લાસ માટે શું છે ખાસ?
પીએમ મોદીએ માતા લક્ષ્મીની કૃપા દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પર થવાની પ્રાર્થના કરી
આ બજેટ વિક્સિત ભારતના નિર્માણ માટે નવી આશા અને વિશ્વાસ પેદા કરશે: પીએમ મોદી.
Budget Session: આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રીએ સંસદ ભવનના દ્વાર પર દેશવાસીઓને સંબોધિત કર્યું. તેમણે માતા લક્ષ્મીને પ્રણામ કરતા સંસ્કૃત શ્લોકનો ઉચ્ચાર કર્યો અને કહ્યું કે માતા લક્ષ્મી આપણને સમૃદ્ધિ, વિવેક અને કલ્યાણ પ્રદાન કરે છે. સાથે જ તેમણે પ્રાર્થના કરી કે દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થાય.
“બજેટ વિશ્વાસનું પાત્ર બનશે”
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ સત્ર એ સંકલ્પને મજબૂત બનાવશે, જે 2047 સુધીમાં વિક્સિત ભારતના નિર્માણનો છે. તેમણે ઉમેર્યું કે આ ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ દેશ માટે નવી આશાઓ અને વિશ્વાસ પેદા કરશે. 140 કરોડ દેશવાસીઓના સામૂહિક પ્રયત્નો વડે આ સંકલ્પ પૂર્ણ થશે.
#WATCH | PM Modi says, "In the third term, we will; focus on India's all-round development. We are moving ahead on mission mode…Innovation, inclusion and investment form the base of our economic activity. In this session of Parliament, many historic bills and amendments will be… pic.twitter.com/sCsfrzUi00
— ANI (@ANI) January 31, 2025
મિશન મોડમાં વિકાસ
મોદીએ જણાવ્યું કે તેમના ત્રીજા કાર્યકાળમાં, દેશ સર્વાંગી વિકાસના માર્ગે મિશન મોડમાં આગળ વધી રહ્યો છે. ભૌગોલિક, સામાજિક અને આર્થિક વિકાસના ઉદ્દેશો સાથે તેમણે ઈનોવેશન, ઈન્ક્લુઝન અને ઈન્વેસ્ટમેન્ટને આર્થિક પ્રવૃત્તિના આધારસ્તંભ ગણાવ્યા. તેમણે ઉમેર્યું કે આ સત્રમાં ઘણા ઐતિહાસિક બિલ પર ચર્ચા થશે, જે રાષ્ટ્રના સંકુલ વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થશે.
નારી શક્તિ પર ખાસ ધ્યાન
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સત્રમાં નારી શક્તિના ગૌરવને પુનઃસ્થાપિત કરવા અને મહિલાઓને સમાન અધિકાર આપવા દિશામાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. નારી ગૌરવને બળ આપવા માટે આ સત્ર મહત્વનું સાબિત થશે.
રિફોર્મથી ટ્રાન્સફોર્મ સુધી
મોદીએ “રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ” માધ્યમથી વિકાસના માર્ગ પર આગળ વધવાનું વચન આપ્યું. યુવા પેઢીનું ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આજે 20-25 વર્ષના યુવાનો વિક્સિત ભારતના સૌથી મોટા લાભાર્થી બનશે.
આ રીતે, બજેટ સત્ર માત્ર નીતિ નિર્માણ પૂરતું નહીં, પરંતુ ભવિષ્યના વિકાસ માટેનો માર્ગ પણ સુગમ બનાવશે.