Budget 2024: મોદી સરકાર 3.0 આ વર્ષનું બજેટ 2024 23 જુલાઈએ રજૂ કરી શકે છે. દરેક વર્ગને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. જો કે સમાચાર છે કે નવી મોદી સરકાર આ બજેટમાં દેશના ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. ખબર છે કે ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા પીએમ કિસાન યોજનાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. હવે એવું માનવામાં આવે છે કે મોદી સરકાર પીએમ કિસાન યોજનાની રકમ વધારી શકે છે.
જો કે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ એવી માંગ છે કે આ બજેટમાં પીએમ કિસાન યોજનાની રકમ વધારવી જોઈએ. હકીકતમાં, હાલમાં, આ યોજના હેઠળ, દેશના અંદાજે 9.3 કરોડ ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તામાં 6,000 રૂપિયા આવી રહ્યા છે. જ્યારે હવે આ રકમ 2 હજારથી વધારીને 8000 રૂપિયા કરવામાં આવે તેવી માંગ છે.
પીએમ કિસાન યોજનાની રકમ
તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, કૃષિ નિષ્ણાતોએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની અપીલ કરી છે. કૃષિ ઉદ્યોગોની માંગ છે કે પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક આપવામાં આવતી રકમ 6 હજારથી વધારીને 8000 રૂપિયા કરવામાં આવે.
નિષ્ણાતો કહે છે કે, જો સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાનો નિર્ણય કરે છે, તો 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે. શક્ય છે કે આ અંતર્ગત એક હપ્તો વધારીને 3 થી 4 હપ્તો કરવામાં આવે. તમને જણાવી દઈએ કે સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે કૃષિ મંત્રાલય માટે 1.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.
નોંધનીય છે કે બજેટમાં 2024માં મધ્યમ વર્ગના ટેક્સમાં કાપની અપેક્ષા છે. આ ઉપરાંત, કેટલીક કર મુક્તિ મર્યાદાઓ પણ વધવાની અપેક્ષા છે. સાથે જ ખેડૂતોને આશા છે કે સરકાર આ વખતના બજેટમાં કંઈક ખાસ જાહેરાત કરી શકે છે.