Adani Group: ‘પહેલા પંખો આવશે, પછી વીજળી આવશે’, અદાણી ગ્રુપની આ એડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જાણો શું છે મેસેજ
Adani Groupની આ જાહેરાત ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં ભારતના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં ‘હમ કરકે દિખાને હૈ’ અભિયાન રજૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે એક ખાસ એડ વિડિયો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ‘પહેલા પંખો આવશે, પછી વીજળી આવશે’ ટેગલાઈનનો સંદેશ આપવામાં આવ્યો છે.
ગૌતમ અદાણીએ પોતે આ જાહેરાતનો વીડિયો તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે અને અમે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ.
વિડીયો માટે લોકોનું સમર્થન
અદાણી ગ્રુપના આ એડ વીડિયોની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. વીડિયોમાં એક દૂરના ગામની વાર્તા બતાવવામાં આવી છે, જ્યાં ઘણા સમયથી વીજળી નહોતી. એક બાળક તેના પિતાને વીજળી વિશે પ્રશ્ન કરે છે, અને પિતા તેને કહે છે કે પહેલા પંખો આવશે, પછી વીજળી આવશે. જ્યારે બાળક આ વાર્તા તેની શાળા અને મિત્રોને કહે છે, ત્યારે બધા તેના પર હસી પડે છે.
પછી એક દિવસ ગામમાં પવનચક્કી આવે છે અને ગામમાં વીજળીનો પુરવઠો શરૂ થાય છે. આ વિડિયોમાં, અદાણી ગ્રુપે પ્રદૂષણમુક્ત ઉર્જાનું ઉત્પાદન કરવાની સાથે સાથે લોકોના જીવનમાં ખુશીઓ અને તકો લાવવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
50 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનો લક્ષ્યાંક
અદાણી ગ્રૂપની રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીને 2030 સુધીમાં 50 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા બનાવવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. કંપની ગુજરાતના ખાવરામાં એક વિશાળ ગ્રીન એનર્જી પાર્ક પણ વિકસાવી રહી છે, જે પેરિસ શહેર કરતાં 5 ગણો મોટો હશે. આ પ્રોજેક્ટની ક્ષમતા 30 GW છે, જે 2029 સુધીમાં પૂર્ણ થશે. હાલમાં જ અહીં 250 મેગાવોટનો પહેલો વિન્ડ પાવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.