Adani Group: શેરબજાર ખુલતા પહેલા અદાણી ગ્રીન એનર્જીનું નિવેદન, ‘ગૌતમ અદાણી પર અમેરિકામાં લાંચ લેવાનો આરોપ નથી’
Adani Group: અદાણી ગ્રીન એનર્જીએ એક નિવેદન જારી કરીને કંપનીના ડિરેક્ટર્સ ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (એફસીપીએ) હેઠળ આરોપ મૂક્યા હોવાના અહેવાલોને ખોટા ગણાવ્યા છે. કંપનીએ કહ્યું, આવા નિવેદનો સંપૂર્ણપણે ખોટા છે. અદાણી ગ્રીન એનર્જીના જણાવ્યા મુજબ, ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ડીઓજે આરોપ અથવા યુએસ એસઈસી સિવિલ ફરિયાદમાં નિર્ધારિત બાબતોમાં FCPAના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી. અદાણી ગ્રીન એનર્જીએ બુધવાર, 27 નવેમ્બર, 2024 ના રોજ સ્ટોક સાથે ફાઈલ કરાયેલ રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી છે.
ગૌતમ અદાણી પર લાંચનો આરોપ નથી
અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસમાં ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસના ફોરેન કરપ્શન પ્રેક્ટિસ એક્ટના આરોપ મુજબ કોઈ લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો નથી. માત્ર Azure અને CDPQના અધિકારીઓ પર લાંચ લેવાનો આરોપ છે. અદાણી ગ્રીન એનર્જી અનુસાર, અદાણી ગ્રુપના અધિકારીઓ પર લાંચ અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.
FCPA ના ઉલ્લંઘનનો આરોપ નથી
તેના ફાઇલિંગમાં, અદાણી ગ્રીન એનર્જીએ અદાણી જૂથના અધિકારીઓ સામે લાંચ અને ભ્રષ્ટાચારના આરોપો પર વિવિધ મીડિયા હાઉસ દ્વારા કરવામાં આવેલા રિપોર્ટિંગને ખોટું ગણાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, મીડિયા લેખો જણાવે છે કે અમારા કેટલાક ડિરેક્ટર્સ ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA)નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ સંપૂર્ણપણે ખોટું છે. અદાણી ગ્રીન એનર્જીના જણાવ્યા મુજબ, ગૌતમ અદાણી સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ DOJ આરોપ અથવા યુએસ SEC સિવિલ ફરિયાદમાં નિર્ધારિત બાબતોમાં FCPAના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી.