Adani: આંધ્ર પ્રદેશ સરકાર 3 વિકલ્પોને ધ્યાનમાં લઈને અદાણી કંપનીઓ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ હોલ્ડ પર રાખી શકે છે
Adani: આંધ્ર પ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકાર અદાણી ગ્રીન એનર્જી સાથે જોડાયેલા પાવર પર્ચેઝ એગ્રિમેન્ટ (PPA)ને હોલ્ડ પર રાખવા માટે વિકલ્પો પર વિચાર કરી રહી છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાના આરોપો બાદ રાજ્ય સરકાર આ પગલાં લેશે.
સરકારના વિકલ્પો પર વિચાર:
- રાજ્ય સરકાર સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ને પત્ર લખીને PPA રદ કરવાની ભલામણ કરવા પર વિચાર કરી રહી છે.
- સોલાર એનર્જી પ્રોજેક્ટ્સમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે કેબિનેટ સબ-કમિટી રચવાના વિકલ્પ પર વિચારણા ચાલી રહી છે.
- ત્રીજા વિકલ્પમાં PPAને સંપૂર્ણ રીતે રદ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ PPA હેઠળ રાજ્ય સરકાર SECI પાસેથી 7000 મેગાવાટ સોલાર વીજળી ખરીદે છે. અમેરિકન અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે 2021 થી 2022 વચ્ચે સોલાર પ્રોજેક્ટ મેળવવા માટે 265 મિલિયન ડોલરની લાંચ આપવામાં આવી હતી.
વિવાદમાં ફસાયેલા નામોમાં અદાણી ગ્રીન અને એઝ્યોર પાવરનો સમાવેશ થાય છે, જેઓએ જૂન 2020માં SECI સાથે PPA પર હસ્તાક્ષર કર્યા હતા. SECI હજુ સુધી પાવર ખરીદવા માટે યોગ્ય ડિસ્કોમ શોધી શક્યું નથી. અમેરિકન આરોપો મુજબ, ઉચ્ચ વીજળી દરોને કારણે ડિસ્કોમ દ્વારા પ્રોજેક્ટ્સમાં રસ ન લેતા લાંચ આપી હતી, જેના કારણે PPAને અંતિમ રૂપ મળ્યું.