Aadhaar Card: આધાર કાર્ડ ડેટા સુરક્ષિત રાખવા માટે લોક અને અનલોક ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો?
Aadhaar Card: આજના ડિજિટલ યુગમાં આધાર કાર્ડ માત્ર ઓળખપત્ર નથી, પણ અનેક સરકારી અને ખાનગી સેવાઓમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આધાર કાર્ડમાં આપેલી બાયોમેટ્રિક માહિતી (ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન) ખૂબ જ સંવેદનશીલ હોય છે, જેને સુરક્ષિત રાખવું જરૂરી છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આ માટે એક ઉપયોગી સુવિધા રજૂ કરી છે — લોક અને અનલોક ફીચર.
શા માટે જરૂરી છે લોક ફીચર?
આધાર કાર્ડનો દુરુપયોગ અટકાવવા માટે UIDAI એ બાયોમેટ્રિક ડેટા લોક કરવાનો વિકલ્પ આપ્યો છે. આ સુવિધાનો ઉપયોગ કરીને તમે તમારા આધાર કાર્ડની બાયોમેટ્રિક વિગતોને લોક કરી શકો છો જેથી બીજા કોઈ વ્યક્તિ તમારું આધાર નકલ કરી શકતું નથી — એટલેકે છેતરપિંડીથી સુરક્ષા મળે છે.
જ્યારે જરૂર પડે ત્યારે તમે તેને અનલોક પણ કરી શકો છો. અનલોક ફીચરનો ઉપયોગ તમે ત્યારે કરો છો જ્યારે તમારે આધાર કાર્ડનો ઉપયોગ કરવો હોય — ઉદાહરણ તરીકે બેંકિંગ, સિમ કાર્ડ ખરીદવી, વગેરે.
લોક-અનલોક ફીચર કેવી રીતે ઉપયોગ કરશો?
UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાઓ.
‘My Aadhaar’ વિભાગમાં જઈને ‘Lock/Unlock Biometrics’ વિકલ્પ પસંદ કરો.
સ્ક્રીન પર આપેલા સૂચનો મુજબ ટિકબોક્સ સિલેક્ટ કરો.
તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
‘Send OTP’ ક્લિક કરીને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરો.
ત્યારબાદ ‘Enable Locking Feature’ પસંદ કરો.
આ પ્રક્રિયા બાદ તમારી બાયોમેટ્રિક વિગતો લોક થઈ જશે. જો તમને તેનો ઉપયોગ કરવો હોય, તો તમે ફરીથી અનલોક કરી શકો છો.
You may lock/unlock #Aadhaar at your convenience. Here is a simple guide to unlock your Aadhaar. pic.twitter.com/08BvOnbkSv
— Aadhaar (@UIDAI) April 28, 2025
લાભ શું છે?
તમારા આધારના દુરુપયોગ સામે રક્ષણ મળે છે.
તમારા સંવેદનશીલ ડેટાની ગોપનીયતા જળવાઈ રહે છે.
લોગિન માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર જરૂરી હોવાથી વધુ સુરક્ષા મળે છે.