Lahore Airport Fire લાહોર એરપોર્ટ પર ભીષણ આગ: પાકિસ્તાન આર્મીના વિમાન લેન્ડિંગ દરમિયાન સર્જાઈ અફરા-તફરી, બધી ફ્લાઇટ્સ રદ
Lahore Airport Fire પાકિસ્તાનના લાહોર શહેરમાં આજે ગંભીર ઘટના બની, જયારે લાહોર એરપોર્ટ પર પાકિસ્તાન આર્મીના વિમાનના લેન્ડિંગ દરમિયાન ટાયરમાં આગ લાગતા ભીષણ અફરા-તફરી મચી ગઈ. મળતી માહિતી મુજબ વિમાન રનવે પર લેન્ડ થાય તે પહેલાં જ વિમાનના ટાયરમાં અગ્ની જ्वાળાઓ દેખાઈ હતી.
આ ઘટના બાદ તરત જ એરપોર્ટ પર તાત્કાલિક પ્રતિસાદ આપવામાં આવ્યો. ફાયર બ્રિગેડની ટીમોએ સમયસર પહોંચી આગને કાબૂમાં લીધી. જોકે, સલામતીના પગલે રનવેને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે અને લાહોર એરપોર્ટની તમામ ઘેર અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, વિમાનમાં કોઈ જાનહાનિ થઈ નથી અને બધા યાત્રીઓ સુરક્ષિત છે. પાકિસ્તાની સેના અને એરપોર્ટ સિક્યુરિટી ફોર્સે ઘટનાસ્થળ પર પહોંચી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી છે. હાલ રનવેની કામગીરી ફરીથી શરૂ કરવા માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યાં છે.
આ ઘટના પછી લાહોર એરપોર્ટ પર મુસાફરોમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. અનેક મુસાફરોને અન્ય એરપોર્ટ માટે દિશાનિર્દેશ આપવામાં આવ્યો છે. એરપોર્ટ અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અને રિઝર્વેશન અંગે માહિતી માટે એરલાઇનસની વેબસાઇટ તપાસવા જણાવ્યું છે.
આ પ્રકારની ઘટનાઓ માટે ભારપૂર્વક સુરક્ષા ચકાસણી અને વિમાન જાળવણીની પ્રક્રિયાઓ ફરીથી સમીક્ષવામાં આવશે તેવી સંભાવના છે.