Breaking News: ભારત વિરુદ્ધ ષડયંત્ર માટે બાંગ્લાદેશને મળી રહેલ નાણા અંગેનું સત્ય, આ મહિને તે 24,000 કરોડ રૂપિયા પર પહોંચ્યું
Breaking News સતત ભારત વિરોધી નિવેદન આપતી બાંગ્લાદેશની નવી સરકાર સામે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશના પ્રખ્યાત અખબાર ડેઈલી ઓબ્ઝર્વરના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરના પહેલા ત્રણ અઠવાડિયામાં જ બાંગ્લાદેશને વિદેશી રેમિટન્સના રૂપમાં 2 અબજ ડોલર એટલે કે લગભગ 24,000 કરોડ ટાકા મળ્યા છે. આ રકમ બાંગ્લાદેશી ચલણમાં ટ્રાન્સફર કરવામાં આવી છે અને આ આર્થિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે.
તાજેતરમાં બાંગ્લાદેશને વિદેશમાંથી મળેલી આ જંગી રકમને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે કે, આ પૈસાથી બાંગ્લાદેશને કોણે અને શા માટે મદદ કરી. આ સમાચાર બાંગ્લાદેશ સરકારના ભારત વિરોધી નિવેદનો અને મોહમ્મદ યુનુસના ભારત વિરોધી વલણને લઈને ચર્ચાનો વિષય બન્યા છે.