ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના મોટા નેતા જયરાજસિંહ પરમારે આંતરિક વિવાદના કારણે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના આંતરિક વિવાદ જાહેરમાં આવી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે.
