Royal Enfield EV
Royal Enfield તેની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ ગયા વર્ષે EICMA ખાતે તેની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક કોન્સેપ્ટનું પ્રદર્શન કર્યું હતું. ઈલેક્ટ્રિક હિમાલયન પ્રથમ વખત લોકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, આ ઈલેક્ટ્રિક બાઈકનું પહેલું વર્ઝન 2025માં રસ્તાઓ પર આવવાનું છે.
રિપોર્ટ અનુસાર, EICMA 2023માં પ્રદર્શિત ઈલેક્ટ્રિક હિમાલયન રોયલ એનફિલ્ડની પહેલી ઇલેક્ટ્રિક બાઇક હોઈ શકે છે જે વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવશે. તેના પ્રોડક્શન વર્ઝનનું આ વર્ષના અંત સુધીમાં અનાવરણ થઈ શકે છે અને તેનું લોન્ચિંગ 2025ના મધ્ય સુધીમાં થશે. ડિઝાઇન નવી રોયલ એનફિલ્ડ હિમાલયન જેવી જ હોવાની શક્યતા છે, પરંતુ ટેન્કની નીચે બેટરી પેક મૂકવામાં આવશે.
બેટરી
રોયલ એનફિલ્ડની ઇલેક્ટ્રિક બાઇક નવા L1A પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે, જેના માટે કંપનીએ સ્પેનિશ સ્ટાર્ટઅપ સ્ટાર્ક મોટરસાઇકલ્સ સાથે ભાગીદારી કરી છે. તેમાં હાઈ પરફોર્મન્સ બેટરી હશે, જે વધુ રેન્જ આપશે. તેની કિંમત લગભગ 5 લાખ રૂપિયા એક્સ-શોરૂમ હશે, જે ICE મોડલ કરતા 3 ગણી વધારે છે.