સમગ્ર રાજ્યમાં વરસી રહેલા વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આ વરસાદથી આવેલા પૂરથી અમુક ઘરોમાં માતમ પણ છવાયો છે. ભાવનગરમાં ન્હાવા પડેલા યુવકોના મોત થતા ચકચાર મચી જવા પામી હતી. ભાવનગરના નાગધણીબા ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ યુવકો ડૂબ્યા હતા. સ્થાનિકો દ્વારા બે યુવકોને બચાવી લેવાયા હતા. જ્યારે એક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ભારે જહેમત બાદ યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી. ડૂબી જનાર યુવક ઉખરલા ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે ગામમાં શોકનો માહેલ સર્જાયો હતો.
