ભાવનગરઃ થોડા દિવસો પહેલાં જ જેતલસરમાં ધોરણ-11ની સગીરાની ઘરમાં ઘૂસી પ્રેમી દ્વારા કરાયેલી કરપીણ હત્યાની શાહી હજી સુકાઈ નથી. ત્યાં જ ભાવનગર જીલ્લાનાં તળાજા ગામમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ઘરમાં એકલી સગીરા પર દુષ્કર્મ આચરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
થોડા દિવસ પહેલા જેતપુર તાલુકાના જેતલસર ગામે સૃષ્ટિ રૈયાણીની ઘરમાં તેના ભાઈ સાથે હતી ત્યારે એકતરફી પ્રેમમાં પાગલ યુવાને અસંખ્ય છરીનાં ઘા મારી હત્યા કરી દીધી હતી. હત્યાની આ ઘટનાએ સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. જે બાદ આ ઘટનાને લઈ લોકોએ ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો.
હજુ આ ઘટના હજુ લોકોના માનસપટ પર છવાયેલી છે ત્યાં જ તળાજાના એક ગામડામાં ધોરણ-10ની સગીરા પર દુષ્કર્મ અને હત્યાના પ્રયાસની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. તળાજાના એક ગામડામાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ધોરણ-10માં અભ્યાસ કરતી સગીરા ઘરે એકલી જ હતી ત્યારે નરાધમ તકનો લાભ લઈને ઘરમાં ઘૂસી આવ્યો હતો.
અને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતાં નરાધમે સગીરાને ગળું દબાવી મારી નાખવાનો પણ પ્રયાસ પણ પ્રયાસ કર્યો હતો. જો કે નરાધમ તેમાં સફળ થયો ન હતો. જેમાં સગીરાને નાકમાં વહેતા લોહી સાથે તળાજાની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
જે બાદ તેને વધુ સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે તળાજાના ડોકટરે સગીરાને ગુપ્ત ભાગે લોહી વહેતુ હોવાનો અભિપ્રાય આપ્યો હતો.