ભાવનગર માં બનેલો એક માનવતા નો કિસ્સો શોસ્યલ મીડિયા માં ટ્રેન્ડ થયો છે.
ભાવનગર માં થોડાં દિવસ પૂર્વે માતા પુત્રની હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો હતો. અંકિતાબેન જોષી નામની મહિલા અને તેના પુત્રની હત્યા બાદ તેની ત્રણ વર્ષની દિકરી માનસી નિરાધાર બની હતી. જે દિકરીની સંભાળ ની જવાબદારી એક દલિત યુવાને લીધી હતી.
જેઓ એ કોઈપણ ભેદભાવ વગર ધર્મ ની માનેલી ભાહ્મણ બહેનની દીકરીને પોતાને ત્યાં રાખી ઉછેર ની જવાબદારી લીધી છે.
ભાવનગરમાં થોડાં દિવસ પહેલા અંકિતાબેન જોષી અને તેના પુત્રની હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો હતો. જે બાદ આ બંન્ને માતા-પુત્રને ધર્મના બનેલા ભાઈ દલિત યુવકે જ અગ્નિદાહ પણ આપ્યો હતો. અંકિતાબેનની એક ત્રણ વર્ષની દિકરી માનસીની સારસંભાળ ની જવાબદારી પણ દલિત યુવકે લીધી છે. જ્ઞાતિ-જાતિ, ઉંચ-નીચના ભેદભાવોથી પર થઈને સિહોરના પ્રકાશભાઈ સરવૈયા નામનો યુવાન અંકિતાબેનની દિકરી માનસીની સારસંભાળની જવાબદારી લીધી છે.
વિગતો મુજબ અંકિતાબેન અગાઉ જ્યારે સિહોરમાં પ્રકાશભાઈ સાથે પાડોશમાં રહેતા હતા અને ત્યારથી તેમની સાથે પારિવારિક નાતો બંધાયો હતો પ્રકાશભાઈ અંકિતાબેનને પોતાની બહેન માની હતી. પરંતુ તેમની હત્યા બાદ નિરાધાર બનેલી આ બ્રાહ્મણની દિકરી માનસીને ધર્મના માનેલા ભાઈ પોતાના સંતાનની જેમ સાચવી રહ્યાં છે. કડિયા કામમાં મજુરી અર્થે જઈ પોતાનું ગુજરાન ચલાવતા પ્રકાશભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે અને સિહોરમાં રહે છે ત્યારે હવે તેમના પરિવારે માનસીને પરિવારના એક સભ્ય તરીકે સ્વિકારી લીધી છે. સમાજમાં ફેલાયેલા જ્ઞાતિવાદ વચ્ચે પ્રકાશભાઈના આ નિર્ણયની સોશિયલ મીડિયામાં ભારે પ્રશંસા થઈ રહી છે.
