ગુજરાત અન્ય રાજ્યો કરતા કોરોના માં સતત આગળ વધી રહ્યું છે અને અમદાવાદ બાદ ભાવનગરમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યા નું સામે આવી રહ્યું છે, મોડી રાત્રે બે નવા પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને ભાવનગરના ભીલવાડા, કરચલીયાપરા, વડવા, કણબીવાડ અને ભરતનગર એમ 5 વિસ્તારને કલસ્ટર ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે.
