કોરોનાનું સંક્રમણ વધતા રેપિડ ટેસ્ટ અને વેક્સિન મુકાવવા માટે ભાવનગર માં લોકો ઉમટી પડતા ભાવનગર જિલ્લામાં વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો હતો. જેને કારણે અનેક સેન્ટરો પર વેક્સિન મુકવા માટે આવતા લોકો પરત ગયા હતા. જ્યારે શહેરમાં આજે વેક્સિન ખૂટવાની તૈયારી હતી ત્યાંજ 24000 વેક્સિન પહોંચી ગઈ હતી. અને જિલ્લામાં રાત્રે 24000 વેક્સિન આવી જશે. છેલ્લા બે દિવસમાં શહેરમાં પણ રેપિડ ટેસ્ટ કીટનો જથ્થો ખૂટી ગયો હતો.
ભાવનગર માં લોકો સ્વયંભૂ કોરોના માટે ટેસ્ટ કરાવવા જતા સેન્ટરો પર રેપિડ ટેસ્ટની પણ લાઈનો લાગે છે. તેવી જ રીતે વેક્સિનેશન માટે પણ સામાન્ય પ્રજાજનો ઉપરાંત રાજકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પણ જુદા જુદા કેમ્પ યોજી લોકોને કોરોનાની વેક્સિન મૂકાવવા માટે પ્રયાસ કરતા ભાવનગર શહેરમાં તો કુલ 93000 વેક્સિનેશન સાથે150% જેટલો ટાર્ગેટ પૂરો થઇ ગયો છે.
જિલ્લા કક્ષાએ અનેક સેન્ટરો પર વેક્સિન ઉપલબ્ધ નહિ હોવાને કારણે લોકોને વેકસીન લીધા વગર પરત જવું પડ્યું હતું. જોકે, વેક્સિનનો જથ્થો આજે રાત્રે સુધીમાં આવી જતા રાત્રે જ સેન્ટરો પર સપ્લાય કરવાની કામગીરી હાથ ધરાશે તેમ તંત્ર વાહકો દ્વારા જણાવાયું છે. આમ ભાવનગર માં લોકો માં વેકશીન મુકાવવા જાગૃતિ જણાઈ રહી છે.