ભાવનગરમાં કામધેનુ ગૌ શાળા દ્વારા ગાયોની સેવા અર્થે ફટાકડા સેલ શરુ કરવામાં આવ્યો રાજ્યમાં કોરોના વાયરસ ના કારણે છેલ્લા 2વર્ષ થી મોટા ભાગના તહેવારો ઉજવણી ઓ કરવામાં આવી નથી
જોકે હાલ કોરોના ના કેસોમાં દિનપ્રતિદિન ઘટાડો મહદાંશે સરકાર દ્વારા ધીમેધીમે તહેવારો નિયમો સાથે ઉજવામાં આવશે જેથી લોકો દિવાળી તહેવારોને લઈ ને ઉજવણી કરવામાં વ્યસ્ત બન્યા છે દિવાળી ના તહેવારો ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાવનગર માં ફટાકડા સ્ટોલ નંખાઈ ગયા છે શહેર જિલ્લાઓમાં સ્ટોલ માટે કુલ 600કરતા વધારે અરજીઓ કરવામાં આવી
કોરોનના મહામારી તેમજ મોંઘવારી ના કારણે ગત વર્ષ ઉજવણી મોંઘી બની રહી છે છતાં પણ આ વર્ષ લોકો ધામધૂમ થી દિવાળી ને લઈને ઉજવણી કરવાના મૂડમાં છે દર વર્ષ નીની સરખામણી એ આ વર્ષ ફટાકડા સરેરાશ 15ટકા જેટલો ભાવ વધારો કરવામાંઆવ્યો છે જે દરેક આઈટમ કામધેનુ ગૌશાળા ખાતે લોકો માટે ઉપલ્ભધ કરવામાં આવ્યું છે
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દર વર્ષની સરખામણીએ આ વર્ષે ફટાકડાના ભાવમાં સરેરાશ 15 ટકાનો વધારો થયો છે. આ વર્ષે ફટાકડાની ઘણી નવી વેરાયટી પણ માર્કેટમાં આવી છે. જેમ કે, કામધેનુ ગૌશાળામાં જાહેર જનતા માટે ઉપલબ્ધ દરેક વસ્તુ સાથે, રોપ્ડ પૉપ, અભિનવ ફુલઝર, હેલિકોપ્ટર શોટ, બાળકો માટે સેલેસ્ટિયલ રોકેટ સહિત વિવિધ પ્રકારના ફટાકડા ઉભરી આવ્યા છે.
આ વર્ષે ફટાકડાના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે. પ્રતિબંધો અને ભારે વરસાદને કારણે શિવકાશીમાં ફટાકડાના ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થયો છે. જેની સીધી અસર ભાવનગરમાં ફટાકડાના ભાવ પર પડી રહી છે. જોકે આગામી દિવસોમાં પગાર અને બોનસમાં વધારો થશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે. તમિલનાડુમાં, શિવકાશી પહેલાથી જ આખા દેશને ફટાકડા સપ્લાય કરી રહ્યું છે,પરંતુ આ વખતે ત્યાં ગુજરાત કરતા પણ વધુ સમય લોકડાઉન ચાલતા અને વરસાદ પણ વધુ વરસતા ઉત્પાદન ચોથા ભાગનું થયું છે. જેથી ભાવ વધ્યા છે.