રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે અને રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી વાગરા વિધાનસભા બેઠકના લોકપ્રિય યુવા કેન્ડીડેટ રહી ચૂકેલા સુલેમાન પટેલનું આ વિસ્તારમાં જબરદસ્ત વર્ચસ્વ છે અને સતત લોક સંપર્કમાં રહેતા સુલેમાન પટેલે યુવાપેઢીથી લઈ તમામ ઉંમરના પોતાના સમર્થકો સાથે વધુ નજીક રહેવા આધુનિક સોશ્યલ પ્લેટફોર્મ ઉપર જનસંપર્કનો વ્યાપ વધારવા આજરોજ જોલવા ખાતે પોતાના ફેસબુક પેજ નું લોન્ચિંગ કર્યુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા,અને સુલેમાન પટેલને વધાવી લીધા હતા.
અહીં આ વિસ્તારમાં તેઓએ રાજકારણને બાજુ ઉપર રાખી સતત લોકો માટે કામો કરતા હોવાથી સુલેમાન પટેલ અહીં ખુબજ લોકપ્રિય નેતા છે.

ભરૂચ જિલ્લાના જોલવા ગામના સામાજીક ક્ષેત્રે સતત કાર્યરત અને સમાજમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અને સૌમ્ય સ્વભાવ ધરાવતા ગામના માજી ડેપ્યુટી સરપંચ રહી ચૂકેલા સુલેમાન પટેલનું નામ અહીં ખુબજ લોકપ્રિય છે,કોઈપણ સેવાનું કામ કરવા તત્પર રહેતા સુલેમાન પટેલ જોલવા ગામમાં આગવી ઓળખ ધરાવે છે અને બહોળો સમર્થક વર્ગ ધરાવે છે.
ભરૂચના વાગરા વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ ગામો છે અને આ તમામ ગામોમાં સુલેમાન પટેલનું વર્ચસ્વ છે અને કોઈપણ સમયે સેવાના કામો કે જનતાના અંગત કામો માટે ખડેપગે રહેતા હોય દરેક જગ્યાએ સારું નામ ધરાવે છે.

દરમ્યાન હાલ સોશિયલ મીડિયાનો જમાનો હોય તેઓ યુવા પેઢીમાં સતત સંપર્કમાં રહેતા આવ્યા છે ત્યારે તેને વ્યાપક બનાવવા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આધુનિક અને વધુ અસરકારક બનાવવા આજે જોલવા ગામ ખાતે સુલેમાન પટેલના ફેસબુક પેજ નું લોન્ચિંગ કર્યુ હતું આ સમયે મોટી સંખ્યામાં લોકો હાજર રહયા હતા,સુલેમાન પટેલે આ તકે જનતાને સતત સાથ સહકારનો કોલ આપ્યો હતો.

અત્રે નોંધનીય છે કે સુલેમાન પટેલ અહીં ખુબજ લોકપ્રિયતા ધરાવે છે અને વર્ષોથી જનતાના કામો કરતા આવ્યા છે તેવે સમયે હવે આજના નવા જનરેશનની માંગને ધ્યાને રાખી પોતાના ફેસબુક પેજનું લોન્ચિંગ કરતા યુવાનો અને સ્થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઇ છે અને મોટી સંખ્યામાં સમર્થકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.