ગુજરાતના આજે એક એવા સ્થળની વાત કરીએ જે ઘણા લોકો ને ખબર નહી હોય આજે અમે તમને એક એવા મહાદેવના મંદિર વિશે જણાવવાના છીએ કે, જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ મંદિર દિવસમાં 2 વખત દર્શન આપે છે. અને પોતે એ સમુદ્રમાં ડૂબી જાય છે. તો ચાલો જાણીએ આવા અનોખા મંદિર વિશે. આ મંદિર સ્તંભેશ્વર મહાદેવનું મંદિર ગુજરાતના ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કિનારે કંબોઈ ગામ ખાતે આવેલું છે. એવું કહેવાય છે કે, દરિયાના પાણીમાં આ મંદિર પ્રગટ થયું હતું.
અહીયાની માન્યતા એવી છે છે કે, તાડકાસુર એ તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને ત્યારબાદ તેને વરદાન માગ્યું કે તે કોઈનાથી પણ પોતે મરી ના શકે. માત્ર શિવના છ દિવસના પુત્ર હોય તો તે તેની હત્યા કરી શકે. ત્યારબાદ કાર્તિકેય પ્રગટ થયા અને ત્યારબાદ તારકાસુરનો વધ કર્યો હતો. શિવજીના પુત્ર કાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ થયો હતો ત્યારબાદ કાર્તિકેય ને ખબર પડી કે તાડકાસુર શિવનો ભક્ત હતો. તેને ખુબ દુઃખ થયું કે તેણે શિવના ભક્ત ને માર્યો. દુઃખ થવા પાછળ તેનો પશ્ચાતાપ કરવા માટે શિવલિંગની સ્થાપના કરી હતી. અને કાર્તિકેય અહીં વર્ષો સુધી તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા.
મોટાભાગે દરેક મંદિરની લોકોને ખબર હોય છે, પરંતુ શું તમે આવા એક અનોખા મંદિર વિશે જાણો છો કે છે રોજ દિવસમાં બે વખત દર્શન આપે છે. અને આપઆપ સમુદ્રની લહેરો ગાયબ થઈ જાય છે. ગુજરાતમાં આ મંદિર સ્તંભેશ્વર મહાદેવ ના રૂપમાં ઓળખવામાં આવે છે.
સ્તંભેશ્વર મહાદેવના મંદિરને ગુપ્ત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની પાછળ પણ એક લોકમાન્યતા પૃથ્વી પર ઘણા બધા તીર્થો આવેલા છે તે બધા તીર્થો એકઠા થઈને એકવાર ભગવાન બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી આ બધા તીર્થો ને એક સાથે આવતા જોઈને ખૂબ જ ખુશ થઇ ગયા. પછી તીર્થે બ્રહ્માજીને પૂછયું કે બધાં તીર્થોમાં શ્રેષ્ઠ કોણ છે. બ્રહ્માજીએ ખૂબ વિચાર કર્યા પછી તેણે તીર્થોને કહ્યું કે તમે જણાવો કે બધાં તીર્થોમાં સર્વ શ્રેષ્ઠ તીર્થ કોણ છે.
સ્તંભેશ્વર મહાદેવનું મંદિર નો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. રુદ્ર સંહિતા ભાગ-૨ અને અગિયારમા સ્કંધમાં કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, આ મંદિરની શોધ આજથી હજારો વર્ષ પહેલા આવ્યું હતું. શિવલિંગનું દર્શન દિવસમાં ફક્ત બે વખત થાય છે અને બાકી સમુદ્રમાં ડૂબી જાય છે. આની પાછળનું કારણ દરિયા પર દિવસમાં રોજ બે વખત ભરતી અને ઓટ આવે છે. જે કારણે પાણી મંદિરની અંદર પ્રવેશી જાય છે, અને મંદિરની અંદર કોઈપણ દર્શન કરવા માટે જઈ શકતું નથી.