વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક લોકોના પ્રશ્નો ચર્ચાયા હતા,અહીં દર ગુરુવારે લોકોના પ્રશ્નો સાંભળવા અને ઉકેલ લાવવા માટે કોંગ્રેસ દ્વારા લોક દરબાર યોજાય છે.
વાગરા તાલુકાના જોલવા ગામના માજી ડેપ્યુટી સરપંચ સુલેમાન પટેલ સતત લોકસેવા માટે ખડેપગે હાજર રહે છે અને નિસ્વાર્થ ભાવે લોકહિતના કામ કરી રહયા છે.
સામાજિક ક્ષેત્રે કોઈપણ નાતજાતના ભેદભાવ વગર જનતા માટે સેવાકાર્ય કરનાર અને લો પ્રોફાઇલમાં રહેતા સુલેમાન પટેલ દ્વારા લોક દરબારમાં પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે સુલેમાન પટેલ કોરોના કાળમાં પણ સતત વ્યસ્ત રહી લોકસેવા કરતા રહયા હતા અને જ્યાં જરૂર પડે ત્યાં દોડી જતા હોય લોકોમાં લોકપ્રિય થઈ રહયા છે.
