ભરૂચમાં ફરી એક વખત કોરોના પોઝિટિવ દર્દીઓના મૃતદેહ રઝળ્યા હતાં. ભરૂચમાં કોવિડ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ ન હોવાના કારણે મૃતક દર્દીઓના સ્વજનોને અંતિમ સંસ્કાર કરવામાં પણ ભારે તકલીફ પડી. એક માસના સમયગાળાથી કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રીન્યુ નહીં થતા આજે કોરોના પોઝિટિવ દર્દીઓના મૃતદેહો રઝળી પડ્યાં હોવાની ઘટના બની હતી. જો કે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ માનવતાની દ્રષ્ટિએ 15થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજે એક વાર ફરી છેલ્લાં 24 કલાકમાં COVID19 ના વધુ નવા 1276 કેસો સામે આવતા તંત્રમાં ચિતાનો માહોલ ફેલાઇ ગયો છે. જ્યારે નવા 3 લોકોના મૃત્યુ થયા બાદ કુલ મૃત્યુઆંક 4433 એ પહોંચ્યો છે.છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ અને સુરતમાં 2-1 દર્દીઓના મોત થયા હતાં. રાજ્યમાં સૌથી વધુ કેસ સુરતમાં 324 અને અમદાવાદમાં 298 નોંધાયા છે. વડોદરામાં 111 અને રાજકોટમાં 98 કેસ નોંધાયા છે. આમ, 4 મહાનગરોમાં કોરોનાથી સ્થિતિ ભારે વણસી છે.હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 6147 એ પહોંચ્યા છે તો વેન્ટીલેટર પર 67 દર્દીઓ છે જ્યારે 6080 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,73,280 છે તો કુલ મૃત્યુઆંક 4437 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 3 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 1 અને સુરતમાં 1, રાજકોટમાં 1 અને સુરેન્દ્રનગરમાં પણ 1 એમ કુલ 4 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.
