ભારતના નંબર- 1 રેડિયો સ્ટેશન એવા રેડિયો મિર્ચીએ રવિવારે ભરૂચમાં પ્રથમ નવા સ્ટેશન સાથે ગુજરાતમાં વિસ્તરણકર્યું છે. ભરૂચ સ્ટેશનનું ઉદઘાટન બીજા કોઈ નહીં પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું. આ સ્ટેશન પર તેમણે સૌપ્રથમ મહેમાન પણ હતા અને ભરૂચમાં મિર્ચી 92.3 પર ભરૂચના લોકોને પ્રથમ સેગ્મેન્ટમાં એક ડાયરેક્ટ મેસેજ (ડીએમ) મોકલવામાં આવ્યો હતો. રેડિયો મિર્ચી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ (મિર્ચી સહિત)માં છ જેટલાં લોકપ્રિયસ્ટેશનો ધરાવે છે. તેનીવિસ્તરણ યોજનાના ભાગરૂપે મિર્ચી ભરૂચ, જૂનાગઢ, જામનગર, પાલનપુર, મહેસાણા અને ભાવનગર એમ છ જેટલાં નવા શહેરોમાં પ્રવેશ કરી રહ્યું છે. હવે સમગ્ર રાજ્યમાં વધુને વધુ લોકો આરજે ધ્વનિત, આરજે કુણાલ, આરજે વશિષ્ટ અને આર.જે સાયેમા તથા આરજે રોચી જેવા તેમના પસંદગીના આરજેસને ટ્યુનઈન કરી શકશે. અને સાંભળી શકશે. મીર્ચી સેલેબચેટ્સ, કોમેડી અને ઈન્ફોટેઈનમેન્ટ સહિત ખૂબજ કાળજી પૂર્વક તૈયાર કરાયેલા કન્ટેન્ટ સાથે બોલિવૂડનું શ્રેષ્ઠ મ્યુઝિક વગાડવાનું વચન આપે છે. અને બ્રાન્ડ તેના આ કન્ટેન્ટ માટે પ્રખ્યાત છે. આજના યુવાનો સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચા મારફત શ્રોતાઓને બ્રાન્ડસાથે સાંકળવામાં આવશે. આ પ્રસંગે વાત કરતાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, ‘રેડિયો મિર્ચીએ ગુજરાતમાં અનેક નવા સ્થળો પર સ્ટેશન્સ શરૂ કર્યા છે. તેનો મને ખૂબજ આનંદ છે. હું તેમને શુભેચ્છાઓ પાઠવું છું અને મને ખાતરી છે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની જેમ આ બધા શહેરોમાં પણ તે ટૂંક સમયમાં જ સામાજિક અને સાંસ્કૃતિક ભાગ બની જશે.’ રેડિયો મિર્ચી ગુજરાતના ક્લસ્ટર હેડ બિથિન્દ્ર વિસ્વાસે જણાવ્યું હતું કે, ‘નવા શહેરોમાં વિસ્તરણ કરતાં અમને ખૂબજ આનંદ થાય છે. ભરૂચ અને આગામી વધુ પાંચસ્થળો પર લોન્ચિંગ સાથે અમે રાજ્યના 10 શહેરોમાં હાજરી ધરાવીશું. અમે હંમેશા જ્યાં પણ જઈએ ત્યાં દરેક જગ્યાએ શ્રેષ્ઠ કન્ટેન્ટ પૂરું પાડવા આતુર રહીએ છીએ. અને આ નવા શહેરોમાં પણ અમારી આજ યોજનાછે. અમને આશા છે કે અમે જે પણ કંઈ ઓન-એર કરીશું શ્રોતાઓ તેનો આનંદ માણશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.