Gujarat: દેશના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ 12 માર્ચે મીઠા સત્યાગ્રહની દાંડી યાત્રાના દિવસે સાબરમતી આશ્રમમાં જઈને ગાંધીજીની ઘણી વાતો કરી હતી. પણ તેમના જ રાજમાં ગાંધી ચિન્ધ્યા માર્ગે તેમના નેતાઓ ચાલવા માંગતા નથી. ભરૂચની લોકસભાની ચૂંટણીને અસર કરે એવી ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 10 હજાર મતદારોને સીધી અસર કરે અને બીજા 2 લાખ મતદારોને જોડતી વાત છે.
જે કામ અંગ્રેજોએ કર્યું હતું તે કામ ભગવા અંગ્રેજ ગણાતાં ગુજરાત ભાજપના નેતાો કરી રહ્યા છે. ભરૂચના હાંસોટ પાસે કતપોર ગામની 4572 એકર જમીન એશિયન સોલ્ટ પ્રા લી કંપનીને મીઠાઉધોગ માટે આપી દેવા માટે દબાણ થઈ રહ્યું છે. ધાર્મિક રીતે મહત્વ ધરાવતી અને ગુજરાતની સૌથી મોટી એવી નર્મદા નદીના ખંભાતના સમુદ્રના સંગમ સ્થળને મીઠા ઉધોગ માટે આપી દેવો યોગ્ય નથી. નર્મદાએ કુવારી જમીન પેદા કરીને 30 વર્ષમાં નવી આપી છે. જેના પર કૌભાંડીઓની નજર ખરાબ થઈ છે. જેને કચ્છ અને સુરતના રાજકારણીઓ મદદ કરી રહ્યાં છે. તેઓ નમક હરામ બની રહ્યાં છે.
આપણા દેશની આઝાદીમાં 400 કિલોમીટર ચાલીને દાંડી કૂચ 12 માર્ચ 1930માં થઈ હતી. મીઠા સત્યાગ્રહ થયા હતા.
ફરી ભગવા અંગ્રેજો સામે સત્યાગ્રહ શરૂ થયો છે. દેશને 76 ટકા મીઠું આપનાર ગુજરાતની જનતાએ પોતાનું જીવન મીઠું નથી બનાવ્યું. આ લોકો જીવનભર દુઃખ ભોગવે છે. ‘ઘા પર મીઠું છાંટવાનું કામ ભૂપેન્દ્ર પટેલની સરકાર કરી રહી છે.
18.49 ચોરસ કિલો મીટર જમીન એટલે કે 1849 હેક્ટર જમીન એક જ કંપનીને આપી દેવામાં માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર પર એકાએક દબાણ વધી ગયું છે. 9,245 વીઘા જમીન આપી ભરૂચની ચૂંટણી જીતવા માટે રાજકીય તખ્તો તૈયાર થઈ ગયો છે. જેમાં બહું ઓછા મતદારો ધરાવતાં માછીમારોનો ભોગ લેવાશે.
ભાડભૂત બેરેજ પરિયોજનાથી અસરગ્રસ્ત એવા અનાદિકાળથી નર્મદા નદીમાં પરંપરાગત માછીમારી કરતાં નાના માછીમારોનું નિકંદન નિકળી જઈ શકે છે.
માછીમારોએ પોતાનું અસ્તીત્વ ટકાવવા માટે આલિયાબેટ, વાગરા તેમજ હાંસોટની બિન નંબરી જમીન ઝીંગા ઉછેર માટે માંગેલી હતી. જે સરકાર વિચારી રહી હતી ત્યાં આ નવું કૌભાંડ આકાર લઈ રહ્યું છે.
ભાડભૂત પરિયોજનાના અસરગ્રસ્તો લોકોને જે જમીન આપવી જોઈતી હતી તે મીઠા ઉધોગને આપી દેવા માટે તમામ તૈયારી થઈ ચૂકી છે. તેથી માછીમારો વિરોધ કરી રહ્યાં છે.
અગાઉ શ્રી રામ બ્રાઇન કેમ પ્રા. લીના નામે ભરૂચના હાંસોટ નજીક કતપોરની સરવે નંબર વગરની એટલે કે બિન નંબરી જમીન બતાવી 6965 એકર એટલે કે 14 હજાર વીઘા જે 2819 હેક્ટર થાય છે. અમે જેનો કિલો મીટરમાં ઘેવારો 28.18 ચોરસ કિમી છે.
આ જમીન ગાંધીધામની હિરેનભાઇ જખાભાઈ હુંબલને મીઠા ઉધોગ માટે 7 જૂલાઈ 2018માં અગાઉ આપી દીધી હતી. આ જમીન ખોટી રીતે ફાળવી દેવામાં આવી હતી. પરંતુ માછીમારોએ 10 ગામ વસી શકે એવી મોટી જમીન આપી દેવા સામે વિરોધ કર્યો હતો. આંદોલનો કર્યા હતા. તેથી સરકારે આખરે આ જમીન આપવાનું રદ કરી હતી. હવે ફરી એજ જમીન દસ્તાવેજોમાં ચેડાં કરીને આપવાનું ષડયંત્ર ગાંધીનગરથી ભરૂચ સુધી શરૂ થયું છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીના માછીમાર પરીવાર અને માલધારી પરીવારનો રોટલો છીનવી લેવામાં આવી રહ્યો છે.
અગાઉ લીઝ રદ કરી
ગુજરાત સરકારના જમીન રદ કરવાના નિર્ણય સામે મીઠા કંપની વડી અદાલતમાં ગઈ હતી. જિલ્લા કલેક્ટરે સુનાવણી કરી અને 30 ફેબ્રુઆરી 2022માં લીઝ ફાળવણી કાયમ માટે રદ કરેલી હતી.
આજ સ્થળની જમીનની બાજુમાં લગભગ આજ સંચાલકો એટલે કે મે એશિયન સોલ્ટ પ્રા લીના ભાગીદાર ગાંધીધામના બાબુભાઇ ભિમાભાઈ હુંબલ દ્વારા અગાઉ માંગેલી જમીન હતી. જે શ્રી રામ બ્રાઇન કેમ પ્રા લી કંપનીની જગ્યાથી અલગ હતી.
કાગળો બદલાયા
તેના નકશા બદલી અરજી અને કાગળો બદલી કાઢવામાં આવ્યા હતા. હાલમાં કતપોરની 5786 એકર જમીનની માંગણી કરેલી હતી. આ જમીનથી વિપરીત અન્ય જગ્યામાં 4572 એકર (18.49 ચોરસ કિમી/ 1849 હેક્ટર, 9,245 વીઘા) મે એશિયન સોલ્ટ પ્રા લી કંપનીના ભૂતિયા નામે ફાળવી દેવા માટે કાગળો જિલ્લા કલેકટર ભરૂચમાં તૈયાર થયેલા હતા. તે ફાળવી આપવા માટે દબાણ વધી ગયું છે.
ચેડા કરીને નકશા અને સ્થળની બદલી નાંખવામાં આવ્યા છે તેની તપાસ કરવાની માંગણી ગામના લોકો કરી રહ્યાં છે.
પર્યાવરણ
પર્યાવરણીય રીતે સંવેદન શીલ છે. અગાઉ લીઝ રદ કરી હતી હવે ફરીથી ખોટી અરજીમા 18.49 ચોરસ કિમી જમીન મીઠા ઉધોગને આપી દેવા ચૂંટણીમાં તૈયારી શરૂ થઈ છે.
નર્મદાએ નવી જમીન આપી
મે એશિયન સોલ્ટ પ્રા લી એ મીઠાઉધોગ માટે માંગેલી જગ્યા કતપોર ગામની નથી. પરંતુ 30 વર્ષમાં નર્મદા નદીના વહેણ પુરાઈ જવાથી આલિયા બેટના પૂર્વ વિભાગની નવી જમીન નીકળેલી છે. જેનો મહેસુલ વિભાગમાં કોઈ સરવે નંબર નથી. નર્મદા નદીના મુખ ત્રિકોણ પ્રદેશ છે. કાંપ જમાવટ થતાં દરિયામાંથી છેલ્લા 30 વર્ષમાં નવી નીકળેલી જમીન છે. કાદવવાળી અને ભરતી-ઓટના વિસ્તારમાં સીઆરઝેડમાં આવે છે.
માછીમારી
આલિયા બેટની આજુબાજુના ગામોના હજારો ગરીબ, વસાવા, રાઠોડ અને અનુસુચિત જનજાતિના આદિવાસી, પગડિયા માછીમારો નેવટા, ઝીંગા, બોઈ, કરચલા વગેરે પકડી પોતાની આજીવિકા આ જગ્યાએ માછીમારી કરી ચલાવે છે. ભરતી અને ઓટના આ વિસ્તારમાં દરિયામાંથી માછલીઓ આવે છે. વન ખાડીના મેંગરુવવાળા વિસ્તારમાં પણ માછીમારી થાય છે.
13 ગામ
હાંસોટ તાલુકાના કંટીયાજાળ, વમ્લેશ્વર, કતપોર, આંક લવા, વાંસનોલી, બાળોદરા, સમલી, અંભેટા, પારડી, હાંસોટ, મોઠીયા, ધંતૂરિયા, શેરા, સુધીના નર્મદા નદીના દક્ષિણ પટ્ટાના ગામોના માછીમારો નાની હાથ જાળોથી માછલી પકડવા આ પ્રાકૃતિક માછીમારી ક્ષેત્રમાં આવે છે.
નેવટા અને હિલ્સા માછલી
મીઠાઉધોગ માટે માંગેલ 18.49 ચોરસ કિમી જગ્યામાં કાદવમાં નેવટા તરીકે ઓળખાતી ઉભયજીવી માછલી મોટા પ્રમાણમાં સિઝન મુજબ મળે છે. આખું વરસ ચાલે છે. મીઠાના અગર બને તો માછીમારોની રોજગારી કાયમ માટે છીનવાઇ જાય એમ છે. માછીમારો વિવાદાસ્પદ જમીન ફાળવણી રદ કરવામાં માંગ કરી રહ્યાં છે. હિલ્સા માછલીનો રૂ. 100 કરોડની આવક ભાજભૂતના કારણે બંધ થઈ છે.
પગડીયા સમુહનો વિનાશ
5000થી વધુ બીપીએલમાં આવતા હળપતિ ગરીબ પગડીયા માછીમારોનું ખૂબ મોટું નુકસાન થશે. માછીમાર સમાજના અસ્તિત્વ સામે પ્રશ્ન ઊભો થશે. એશિયન સોલ્ટ દ્વારા મીઠાઉધોગ માટે માંગેલી 18.49 ચોરસ કિમી જગ્યાની બાજુમાં માછીમારી થાય છે. સમગ્ર વિસ્તારમાં હાંસોટથી કંટીયાજાળ સુધીના આંતરભરતીય વિસ્તારમાં કુદરતી રીતે માછલી પકડવાના સ્થળો અને ખાડીઓ આવેલી છે.
પશુપાલકો પર આફત
1000 ઊંટ ચરે છે. ચોમાસા અને શિયાળામાં હજારો પશુ પાલકો લાખો ઘેંટા, બકરા અને ઉંટ ચરાવવા દર વર્ષે આવે છે. રબારી અને ભરવાડ જ્ઞાતિના માલધારીઓના પશુઓનો ચારો છીનવાશે. પશુપાલકો અને માછીમારોની આજીવિકાનો બંદોબસ્ત કરવામાં આવ્યો નથી. જેની યોજના બનાવે તે જરૂરી છે. પશુઓ માટેનું ચરિયાણના સ્થળો છીનવામાં આવે છે.
ખેતરો ખારા થશે
નદી કાંઠે પાળા નાખવામાં આવશે તો હાંસોટ અને વાગરા તાલુકાનાં ગામોના ખેતરોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે. મીઠાના અગરો ના પાળા સતત અને ઊંચા લાંબા હોય છે. તે કારણે પાણી નિકાલ નો પ્રશ્ન પેદા થાય છે.
ગ્રામસભા ન ભરી
જમીન ફાળવણી બાબતે તંત્ર દ્વારા માછીમારો અને ગામના લોકોને જાણ કરેલી નથી. તેમની સંમતિ મેળવેલ નથી. ગ્રામસભા ભરી નથી. લોકોને અંધારામાં રાખવામાં આવ્યા છે. વર્તમાન પત્રોમાં જાહેરાત પણ આપેલી નથી. હરાજી પ્રક્રિયા કરવામાં આવેલૂ નથી. સરકારી નીતિ નિયમોના ભંગ સમાન છે. આ ફાળવણી શંકાસ્પદ અને ખોટી રીતે કરવામાં આવેલી છે. માછીમારો માછીમારી કરવાના સ્થળો આપવા માંગતા ન હોય આ માંગણી રદ કરવા માંગણી કરી છે. ગામનો હક પહેલાથી ચાલતો આવતો હોવાથી તેમના હકો છીનવી શકાય નહીં.
જમીન કૌભાંડની તપાસ કરો
તલાટી, સર્કલ અને મામલતદાર, કલેકટરે 28.19 ચોરસ કિમીની ફાળવણી રદ કરેલી હતી. છતાં ફરીથી
નકશા બદલી – સ્થળ બદલી કરી નાખવાની ઘટના અંગે તપાસ અધિકારી નિમવા માંગ છે. આખી ટોળકીએ રાજ્યોમાં અન્ય સ્થળે મોટી જમીનો છે. રાજ્યોમાં અન્ય સ્થળોએ મીઠા ઉધોગ માટે લીઝ રિન્યૂ કારવામાં રાજ્ય સરકાર આના કાની કરી રહી છે ત્યારે આવી મોટી જમીન ફાળવણી ઘણીજ શંકાસ્પદ બની રહે છે.
બિન નંબરી નથી
એશિયન સોલ્ટ પ્રા લી એ સદર જગ્યા બિન નંબરી હોવાનું સરકાર માને છે. આ જમીન ખરેખર તો ડીઆઈએલઆરના પ્રમોલગેશનમાં માપણીમાં લેવાયેલી છે. આ જગ્યાની માપણી થયેલી છે જેને ધ્યાને લીધેલ નથી.
જંગલ
આલિયા બેટ પર 46.53 ચોરસ કીમીમાં અનામત જંગલ આવેલું છે. ઉદ્યોગોને ઉપરની જમીન આપે તો માત્ર આ જમીન જ ગરીબ પગડિયા કુદરતી રીતે માછીમારી રહે છે. પણ તેમાં માછીમારી થઈ શકે તેમ નથી. તેથી મીઠા ઉદ્યોગે જે જમીન માંગી છે તે જમીન પગડિયા માછીમારી માટે અનુકૂળ છે. જમીન આપી દેશે તો 13 ગામના લોકો ખતમ થઈ જશે. ગરીબ માછીમારોની ચિંતા સરકાર કરવા તૈયાર નથી.
નિષ્ફળ ઉદ્યોગ
એશિયન સોલ્ટ માટેની 18.49 ચોરસ કિમી જગ્યા અગર માટે યોગ્ય નથી. 1980ના દાયકામાં આલિયા બેટ પર ફાળવાયેલી લીઝ પર મીઠા ઉધોગ નિષ્ફળ ગયો છે. અહીં પાણીમાં ખારાશ ખુબજ ઓછી. તેથી સારું મીઠું પાકતું નથી. તેથી તમામ જમીન પાછી આપી દીધેલી હતી. આલિયાબેટ વિસ્તારમાં એક પણ મીઠા ઉધોગ હયાત નથી. તેથી ફાળવણી શંકાસ્પદ છે.
દહેજ ડૂબી જશે
સમગ્ર વિસ્તાર આલિયબેટમાં નર્મદા નદીનો દક્ષિણ ફાંટો પુરાઈ જવાથી નીકળેલ છે. 18 ચોરસ કિલોમીટર જમીન પર દબાણ કરી 6 ફૂટ ઊંચા પાળા બનાવી નાખવાથી નર્મદા નદીનું પાણી દરિયામાં જશે નહી. તેથી સામે કિનારે દહેજ ડૂબમાં જશે. ચોમાસામાં નર્મદા નદીના પાણી અને દરિયામાંથી આવતી ભરતી ભેગી થાય ત્યારે આલિયાબેટ પર પાણી પ્રસરી જાય છે અને પૂર આવતું નથી. બેટ ફલડ પ્લેન તરીકે કામ આપે છે.
બીટર્ન પાણી
મીઠા ઉધોગ દ્વારા અત્યંત ઝેરી અને નકામું ગંદુ બીટર્ન તરીકે ઓળખાતું પ્રવાહી છોડવાથી વન ખાડીના અને અન્ય નાની ખાડીઓના પર્યાવરણનો નાશ થશે. બેટનો સમગ્ર વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ છે. ગુજરાત સરકારે કરોડો રૂપિયા ખર્ચી અહી મેંગરુવના ઝાડો કંટીયાજાળ ગામની ઉત્તરે ગુજરાત ઇકોલોજી કમિશને વાવેલ હતા. કોઈજ પ્રકારના અભ્યાસ વગર આ ફાળવણી થયેલ છે જેને રદ કરવા માંગ છે.
ચેરના જંગલ
હમણા જાહેર થયેલ દરિયાકિનારાના CZMPમાં પણ ઘાંસના વિસ્તારો અને મેંગરુવના જંગલ આ જમીન પર બતાવેલ છે. જૈવિક રીતે સંવેદનશીલ છે. જ્યાં મીઠા ઉધોગ પ્રતિબંધિત છે.
કાયદા વિરૂદ્ધ
માછીમારો અને પશુપાલકો સદીઓથી રોજી રોજીનો વ્યાવસાયિક અધિકાર ધરાવે છે. તેથી માછીમારો સરકાર સામે કાનૂની કાર્યવાહી કરી શકે છે. મીઠા ઉધોગને જમીન આપવી તે કાયદા વિરુધ્ધ ખોટું કામ છે. સીઝેડએમપી પ્લાનના નક્શા, પાણી નિકાલ, પાળા બનાવવા, નર્મદા નદીનું પૂર, દરિયાનું પાણી, માછલીઓ, જંગલો પર જોખમ અંગે તપાસ કરે.
પર્યાવરણના જોખમો
જમીન લીઝ ફાળવણીની પ્રક્રિયા બંધબારણે કરવામાં આવેલી છે. સરકારી અધિકારીઓ અને નેતાઓની મિલીભગત અને સંડોવણી દેખાય છે. એક વખત માંગણી રદ થઈ તો ફરીથી માંગણી કરવામાં આવી છે. તેની તપાસ કરવાની માંગણી માછીમારો કરી રહ્યાં છે. શિયાળો, ચોમાસુ, વસંત ઋતુ, ઉનાળા એમ 6 ઋતુની માહિતી સરકારે મેળવવી જોઈએ. અહીં ઉનાળાની એક દિવસની મુલાકાત આધારે નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અધૂરી માહિતી છે.
અધિકાર બહાર
નર્મદા નદીની જમીન ફાળવણી બાબતે ગુજરાત સરકારના સિંચાઇના અધિકાર ક્ષેત્ર હોય તે વિભાગનો કોઈ જ અભિપ્રાય લીધેલો નથી. નર્મદા નદીની જમીન છે. ફાળવણી મત્સ્યોધોગ વિભાગનો કોઈ જ અભિપ્રાય લીધેલો નથી.
માછીમારી વિભાગ
ફિશિંગ લાઈસન્સ લેતા નથી કે તેમને આપવામાં આવતા નથી. ગરીબ લોકો ભરૂચ મત્સ્યોધોગ કચેરીમાં જઈ શકતા નથી. જાય તો ફક્ત 3 કે 4 જણાનો સ્ટાફ એમને સાંભળતો નથી. લાયસન્સમાં માછીમારીનું સ્થળ ફક્ત જે તે ગામનું જ નામ લખી દેવાની પ્રથા છે. જગ્યા ના સર્વે નંબર સહિતનો કોઈ રેકર્ડ ફિશરીઝ વિભાગ પાસે નથી.
ઝીંગા માટે આપો
નર્મદા નદી પરના બંધ ભાડભૂતના કારણે અસર પામનાર માછીમારો માટે ઝીંગા ઉછેર પ્રવૃતિ માટે આ જમીન આપવા માંગણી કરેલી હતી. સરકારમાં તે દરખાસ્ત પડેલી છે. કલ્પસર વિભાગના સચિવ દ્વારા તૈયાર દરખાસ્ત રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે.
લોકહિત વિરુધ્ધ જાય છે.
ભ્રષ્ટાચાર
સ્થાનિક અધિકારીઓનો અભિપ્રાય કે ભલામણ ન લેવામાં આવે એવી માંગણી છે. અગાઉ તૈયાર થયેલી 28 મે 2018માં ચેકલિસ્ટ અને કામગીરી તદ્દન વાહિયાત અને ભ્રષ્ટાચાર કરીને કરેલી કામગીરી છે. અહીંથી ઓએનજીસીની પાઇપ લાઇન પસાર થાય છે જે બતાવવામાં આવેલી નથી. 6-12ના ઉતારામાં જગ્યા સીઆરઝેડમાં અને બંદર વિભાગ બતાવી નથી. જે તદ્દન ખોટું છે. એટલે આ કામ માટે તલાટી એ ખોટો રિપોર્ટ તૈયાર કરેલો છે. જેને મામલતદાર અને પ્રાંત અધિકારીએ આંખો મીચી મંજૂર કરેલો હતો. પછીથી આ ફાઇલ દફતરે થયેલી હતી. હવે પાછી આ ચાલવા લાગી છે.
ખાડી અને ક્રિક
સંખ્યાબંધ નાની ક્રિક એટલે કે ખાડીઓ આવેલી છે. જેને બંધ કરવી સીઆરઝેડ અધિનિયમ હેઠળ પ્રતિબંધિત છે. મીઠાના અગરો ક્રિક બંધ કરી પાળા નાખે છે.
કલેક્ટરનો અહેવાલ
સ્થળ તપાસ કરવા ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા ગયા હતા. અહીં ચોમાસા સુધી માછીમારી થઈ શક્તિ નથી. આંખો દેખેલો અહેવાલ તેમણે ખોટી રીતે આપ્યો છે. ચોમાસા અને શિયાળામાં જ અહીં માછીમારી માટે ઉપયોગી છે. જે હકીકત છુપાવેલ છે. ચોમાસામાં ઝીંગા માછલી મોટા પાયે પકડે છે. શિયાળામાં કરચલા પકડે છે.
કચ્છની ટોળી
કચ્છના એક રાજનીતિક લોકો સાથે ગાઢ સંબંધ ધરાવનાર લોકો મીઠા ઉધોગપતિ અને તેમની સાથે સંકળાયેલ ભૂતિયા અને છુપા ભાગીદારો એ રાજ્યમાં આજ અઠવાડિયામાં કચ્છ જિલ્લામાં 53 હજાર એકર જમીન રાતોરાત પોતાને નામે કરાવી લીધી છે. ભરૂચ જિલ્લામાં પણ આજ ટોળકી સક્રિય થઈ છે. સત્તાધારી પક્ષને મોટું ચૂંટણી ફંડ આપી આ ટોળકીને જમીન ફાળવણી કરવાની છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી આ ટોળકીને સમર્થન આપી આ સમગ્ર જમીન ફાળવણીમાં ખૂબ મોટો રસ લઈ રહયા છે. આ બાબતોની તપાસ કરીને પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે.
જમીન આપવી તે કૌભાંડ છે. તેથી લીઝ ન આપવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ 18 માર્ચ 2024માં માંગણી કરાઈ છે.
કચ્છના દરિયાકાંઠે મીઠાના 500 એકમો છે. 70 હજાર અગરીયાઓ પર તવાઈ છેલ્લાં 5 વર્ષથી છે. અહીં મીઠાના ભાવ 40 ટકા તૂટી ગયા છે. પાણીમાંથી મીઠું બનાવવાના બદલે અહીં હવે જમીનની અંદરથી સદીઓથી પડેલું મીઠું ખાણોમાંથી ખોદી કાઢવામાં આવી રહ્યું છે. પાણીનું મીઠુ ટનના રૂ. 600-700માં વેચાતુ હતું. પણ ખાણનું ખોદેલુ મીઠુ એક ટનના રૂ. 40માં વેચાય છે. ખાવડામાં 15 હજાર ચો.કિ.મી.માં મીઠાનો કુદરતી ભંડાર છે. સેંકડો વર્ષોમાં સમુદ્રનું પાણી સુકાઈને 10થી 18 ફૂટના મીઠાના થર થયા છે. ખાનગી કંપનીઓને મીઠુ જમીનમાંથી કાઢવાની સરકારે છૂટ આપતાં બેકારી વધી છે. જેઓ હવે ભરૂચમાં આવી રહ્યાં છે.
નર્મદા બચાવો
બુલેટટ્રેન , ભાડભૂત બેરેજ, મુંબઈ એક્સપ્રેસ વે અને કોરીડોર એક્સપ્રેસ વે યોજના કારણે ભૂરૂચના ખેડૂતો બરબાદ થયા છે.
માછીમાર સમાજે નર્મદા બચાવના નારા સાથે મેઘા પાટકરની આગેવાનીમાં ભરૂચમાં વિશાળ રેલી કાઢી હતી. સરકાર સામે પ્રચંડ વિરોધ ઉઠાવ્યો હતો. રેલી બાદ જિલ્લા કલેકટરને આવેદન આપી ભાડભૂત બેરેજ યોજના સ્થગિત કરવા સાથે નર્મદા નદીમાં રોજના 6 હજાર કયુસેક છોડી નર્મદાને પુનર્જીવીત કરવાની માંગ ઉઠાવી હતી. નર્મદા બંધનું પાણી છોડવાનું ઓછું થતાં બે કાંઠે વહેતી નર્મદા સંકોચાઇને સાંકડી થઇ ગઇ છે. જેના કારણે ખેતી, માછીમારી અને પર્યાવરણને ભારે નુકશાન થયું છે.
ભરતી-ઓટ દરમિયાન નર્મદાના ખારા પાણી 30 કિલોમીટર અંદર સુધી નર્મદામાં ફરી વળે છે. જેના કારણે નર્મદા નદી કિનારે વસતા 20 હજાર માછીમાર પરીવારો બરબાદ થઈ રહ્યાં છે.
બંધની ઘાતક અસર 30 વર્ષે થવાની હતી પણ તેની અસર થોડા વર્ષોમાં જ થઈ છે.
નર્મદાના મુખપ્રદેશમાં 4-5 મીટર કાંપના થર જામી ગયા છે.
નદીના મુખનો વિનાશ થઈ ગયો છે. સાબરમતી, તાપી અને મહીસાગરની જેમ નર્મદાના મુખ પ્રદેશ બરબાદ થયા છે. ભાડભૂત બંધના કારણે 15 કિલો મીટર સુધી નદી ગટર જેવી બની ગઈ છે.
ભાડભૂત બંધ યોજના
નર્મદા નદી ઉપર 3165 બંધ બનેલા છે. જેમાનો એક છેલ્લો ભાડભૂત બંધ છે.
5500 કરોડની ભાજભૂત યોજના છે. ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ 7 ગામના ખેડૂતો ભેગા મળ્યાં, પ્રતિ ચોરસ મીટરના રૂ. 852 આપવા માગણી
નર્મદાનો નવાગામ પાસેનો બંધ પાસેની જમીનની ઉંચાઇ 86 ફુટ છે. ભાડભૂત ડેમની ઉંચાઇ 87 ફૂટ હોય તો નવા ગામ મુકામે માત્ર એક ફૂટ પાણીની સપાટી થાય. પણ ભાડભૂત ડેમની ઉંચાઇ 36 ફૂટ જેટલી છે. ભાડભૂત બંધ માત્ર 17 ફૂટનો જ બની ગયો છે. 17 ફુટમાં પાણી ભરાય તો ભરૂચ સુધી 10થી 15 કિલોમીટરના વિસ્તારનું તળાવ બની ગયો છે. તેથી ભરૂચથી નવાગામ સુધી નર્મદા નદી નામશેષ થઇ જશે.
નહેર
ભાડભૂત બેરેજની 32 કિલોમીટર લાંબી નર્મદા નહેરમાંથી પાણીને કલ્પસર નામની યોજનાના મીઠા પાણીના સરોવરમાં લાવવામાં આવશે. જેથી નર્મદા નદીનો કાંપ મીઠા પાણીના સરોવરમાં આવશે નહિ. પરિણામે કલ્પસર સરોવરનું આયુષ્ય વધશે.
હુંબલ
હિરેન જખાભાઈ હુંબલ 11 કંપનીઓમાં છે. 2010થી શ્રી રામ બ્રાઈન કેમ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર છે. હિરેન જખાભાઈ હુંબલ 2008થી ગાંધીધામની શ્રીરામ કેમફૂડ, રવેચી આલ્કલીસ, અમદાવાદની આરવ સોલ્ટ એન્ડ કેમિકલ્સ, સીસાઈડ સોલ્ટ, જયજોગણી સોલ્ટ વર્ક્સ, રોયલ સીબ્રીન, રેમ્પન્ટ સોલ્ટ, આહીર ઈન્ફ્રાસ્પેસ, સિલ્વર કોટેજ રિસોર્ટ્સ, અનિલહિર રિયલ-એસ્ટેટમાં તેઓ 10 વર્ષ કરતાં વધારે સમયથી ડીરેક્ટર છે.
દરોડા
બે મહિના પહેલાં ગાંધીધામમાં ભાજપની સરકાર આવી ત્યારથી છેલ્લાં 30 વર્ષથી શ્રીરામ સોલ્ટ કંપની છે. જે ભાજપ સાથે સારા સંબંધો ધરાવે છે. શ્રીરામ સોલ્ટ અને કિરણ રોડલાઇન્સ સહિત 22થી વધુ સ્થળોએ આવકવેરાના દરોડા પડ્યા હતા. શ્રીરામ સોલ્ટના ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ અને દિનેશ ગુપ્તા લપેટમાં આવ્યા હતા. તપાસના અંતે 200 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા હતા