સ્વ.અહેમદ પટેલ ના પાર્થિવ દેહ ને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યા બાદ સવારે અહેમદ પટેલનો પાર્થિવ દેહ વતન પિરામણ લઇ જવાયો હતો હાલ સુન્ની વહોરા મુસ્લિમ જમાઅતના કબ્રસ્તાનમાં સ્વ અહેમદ પટેલની અંતિમ વિધિ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવ દેહને કાંધ આપી હતી. અહેમદ પટેલની અંતિમ ઇચ્છા પ્રમાણે પિરામણ ગામના કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં તેમની દફનવિધિ કરવામાં આવી રહી છે.
પિરામણ ગામ માં મોટી સંખ્યા માં રાજકીય નેતાઓ અને કાર્યકરો તેમજ લોકો ઉમટી પડ્યા હતા.
