આજ રોજ બપોરે વિશેષ ટ્રેન મારફતે તેઓ ના કાફલા સાથે વેસ્ટર્ન રેલ્વે ના જનરલ મેનેજર જી.સી.અગ્રવાલ સુરત તરફ થી કોસંબા કિમ અંકલેશ્વર ની મુલાકાત લઇ ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા .

૨૦૧૭ ના વર્ષ ના વેસ્ટર્ન રેલ્વે ના વાર્ષિક ઇન્સ્પેકશન ના ભાગ રૂપે આજ રોજ જનરલ મેનેજર જી.સી.અગ્રવાલે ભરૂચ રેલ્વે સ્ટેશન ઉપર વિવિધ વિભાગોઓ અને રેલ્વે ના હદ માં આવતા વિસ્તારો ની મુલાકાત લઇ કામગીરી અંગે નું નિરીક્ષણ કર્યું હતું .. સાથે સાથે પ્રજાના પ્રતિનિધિ એવા ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સાથે પણ ભરૂચ સ્ટેશન પરની સુવિધાઓ વિશે ચર્ચાઓ કરી હતી..
આ પ્રસંગે વડોદરા ડિવિઝન ના ડી આર એમ અમિત કુમાર સીંગ.ભરૂચ રેલ્વે અધિકક્ષક ડી કે રાજુ ભરૂચ ના ધારાસભ્ય દુષ્યન્ત ભાઈ પટેલ સહીત ના રેલ્વે વિભાગ ના કર્મચારીઓ તથા અધિકારી ઓ ઉપસ્થીત રહ્યા હતા .