વાગરાની સાયખા જીઆઇડીસીની નિલીકોન કંપનીમાં માટી પુરાણ દરમિયાનમાં કંપનીમાં શિલ્પી ટ્રાન્સપોર્ટર દ્વારા માટી નાંખ્યા બાદ તેનું લેવલિંગ કર્યું ન હોય તે મુદ્દે ડખ્ખો થતાં ટ્રાન્સપોર્ટર અને તેના અન્ય સાગરિતોએ કરેલી માથાકૂટનો મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે.
વિગતો મુજબ આમોદના તણછા ગામે રહેતાં અરૂણસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ જે કે એન્ટરપ્રાઇઝના નામે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. હાલ સાયખા જીઆઇડીસીમાં આવેલી નિલીકોન કંપનીમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. તેમણે કંપનીમાં માટી પુરાણનું કામ શિલ્પી ટ્રાન્સપોર્ટના તોસીફ મહમદ અલી પટેલને આપ્યું હતું. દરમિયાનમાં કંપનીમાં અંદરની સાઇડમાં રોડ પર માટી નાંખી હતી તેનું બરાબર લેવલ ન કર્યું હોઇ તે બાબતે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ
તોસીફે અરૂણસિંહના પાર્ટનર વિરાજસિંહને ફોન પર અપશબ્દો બોલતા મામલો બીચક્યો હતો. દરમિયાનમાં તોસીફ તેની ફોર્ચ્યુનર કારમાં તેના સાગરિતો જાવીદ, મુસો તેમજ મેભો સાથે ત્યાં પહોંચ્યા હતા અને હૂમલાનો પ્રયાસ કરતા કંપનીના અન્ય લોકોએ વચ્ચે પડી તેમને બચાવ્યાં હતાં. બનાવ અંગે અરૂણસિંહ ગોહીલે વાગરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ કરી છે.
બીજીતરફ આ બબાલ થી હવે તોસીફ લાઈટમાં આવ્યો છે, તોસિફ અને મુન્નો વગરે ભારે ચર્ચામાં છે, આ વિસ્તારમાં બેફામ માટી ખનન થઈ રહ્યું છે જેમાં તોસિફ અને તેના સાગરીતોની ભૂમિકા પણ તપાસનો વિષય બની છે.
સરકારી રોયલ્ટી ચોરી કરનારા તત્વો બેફામ બન્યા છે તેઓને પુરાવા સાથે સત્યડે ખુલ્લા પાડશે, ટૂંક સમયમાં અહીં ખેલ કરનારા માથાભારે અને લાગવગીયા ઇસમોની કરમ કુંડળીનો પર્દાફાશ કરી નકાબ ચીરવા સત્યડે હવે કટીબદ્ધ છે.જોતા રહો સત્યડે (ક્રમશ:)
